Abtak Media Google News

સાઉદીના વિઝન૨૦૩૦માં સહયોગી થવા ભારત તૈયાર: રાષ્ટ્રપતિ કોવિંદ

સાઉદી અરબના પાટવી મોહમ્મદ બીન સલમાનની ભારતની મુલાકાત બન્ને દેશો માટે ખુબ જ ફળદાયી પુરવાર થવા પામી છે. મોહમ્મદ બીન સલમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજેલી મંત્રણામાં બન્ને દેશોએ પુલવામાનો હુમલો કડક શબ્દોમાં વખોડીને ભારત અને સાઉદી અરબ આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે આકરી કાર્યવાહી માટે વિશ્વમાં માહોલ ઉભો કરવા સહમત થયા હતા.

બન્ને દેશો વચ્ચે આતંકવાદી પ્રવૃતિઓ માટે જવાબદાર આતંકવાદનું માળખુ આવી પ્રવૃતિઓ માટે મહત્વનું બની રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતા કોઈપણ દેશને જરાપણ પ્રોત્સાહન ન મળે તે માટે સજાગ રહેવાની હિમાયન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. સાથે-સાથે આતંકવાદ વિરોધી ગતિવિધિમાં ભારત સાથે ખંભેખંભો મિલાવી ઉભા રહેવા માટે બન્ને દેશો વચ્ચે બૌઘ્ધિક સહકાર અને યુનોમાં આતંકવાદ વિરોધી ખરડાની હિમાયત સાથે સાઉદી અરબે ભારતમાં ૭ લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

મોદી અને મોહમ્મદ બીન સલમાનની મુલાકાત બાદ સલમાને જણાવ્યું હતું કે, આતંકવાદને વખોડયું છે અને ભારતને ખાતરી આપુ છું કે આતંકવાદના ખાત્મા માટે અમારો પૂર્ણ સહકાર છે. આતંકવાદ વિરોધી જંગમાં માત્ર ભારતને જ નહીં પણ તમામ પાડોશી દેશોને સાઉદી અરબ મદદરૂપ થશે.

મોહમ્મદ બીન સલમાનએ આ નિવેદન પાકિસ્તાનની મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચેના કરારમાં આતંકવાદીઓના નામની યાદી મુદ્દે રાજકારણ કરવાનો ઈન્કાર કર્યો હતો. વડાપ્રધાને આ અંગે જણાવ્યું હતું કે, બન્ને દેશો આતંકવાદના સમર્થન ન આપવા અંગે બન્ને દેશો સાથે ઉભા છે. આતંકીઓએ માટે ઉગતા ડામી દેવા જોઈએ કેમ કે યુવાનોને હથિયાર ઉપાડતા બચાવવા હશે તો આતંકીઓને ખતમ કરવા પડશે.

રાષ્ટ્રપતિ ભવનમાં મોહમ્મદ બિન સલમાને જણાવ્યું હતું કે, ભારત સાઉદી એક છે. નરેન્દ્ર મોદીને મોટા ભાઈ ગણાવી તેમણે જૈસ એ મોહમ્મદના મસુદ અઝહર જેવા આતંકીઓ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ હોવાનો દાવો કર્યો હતો. જૈસ એ મોહમ્મદને પુલવામા આતંકવાદ હુમલામાં કસુરવાર ઠેરવવાની સાથે સાથે વિશ્વના તમામ દેશોએ આ મુદ્દે એક થવાનું વલણ અપનાવવાનો મત વ્યકત કર્યો હતો. સાઉદીના પાટવી કુંવરે ભારતની મહેમાનગતિ દરમિયાન બન્ને દેશો વચ્ચેના સંબંધોને ખુબ ગુંચવાઈ જવાના અણસાર આપ્યા હતા પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારસુધી સાઉદી અરબ પર જેહાદી અને કટ્ટરપંથીઓને મદદરૂપ થવાનું આવી ચડતુ આવ્યું છે.

વિશ્ર્વમાં આતંકી ફંડના મુખ્ય સ્ત્રોત આખાતના દેશોને જ ગણવામાં આવે છે. સાઉદીનું વલણ મોટાભાગે પાકિસ્તાન તરફી રહ્યું છે પરંતુ નરેન્દ્ર મોદીના વ્યકિતગત પ્રભાવ અને ઈરાન પરના પ્રતિબંધને લઈને સાઉદી માટે ભારત સાથેના સંબંધો લાભના લાડવા બને તેમ હોવાથી સાઉદી અત્યારે ભારતનો નિકટનો મિત્ર હોય એવો માહોલ ઉભો થયો છે પરંતુ આ માટે ભારતે કાયમ સચોટ રહેવું પડશે. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા સાઉદીના સુલતાનને રાષ્ટ્રપતિ ભવનમાં ઉમળકાભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, સાઉદી અને ભારતનાં સંબંધો વર્ષોથી મૈત્રીપૂર્ણ રહ્યા છે. ભારતની ઉર્જાની જ‚રીયાતો પુરી કરવાની ખેવના રાખનાર સાઉદીના વિઝન-૨૦૩૦ માટે ભારત પણ મદદરૂપ થવા આતુર છે. તેમણે જણાવ્યું હતું કે, સાઉદી અને ભારત દ્વિપક્ષીય વેપાર-વ્યવહાર આખાત અને ભારત માટે સંજીવની જેવું કામ કરે છે. સાઉદી સમગ્ર પ્રદેશના વિકાસ અને સ્થિરતાનો મુખ્ય આધાર છે. ભારત તેને મિત્ર રાષ્ટ્ર માને છે. ભારતની કંપનીઓ અને કામદારો સાઉદીમાં સન્માન સાથે રહે છે. વિવિધ સમાજો માટે સાઉદી ખુબ જ ઉપયોગી છે. તેમણે આતંકવાદ મુદ્દે સાઉદીના વલણની પ્રશંસા કરી સાઉદીના ૨૦૩૦ના મિશનમાં ભારતના સહયોગની જાહેરાત કરી હતી.

સાઉદીએ ભારતનો હજ કવોટા વધાર્યો હવે વર્ષે બે લાખ ભારતીયો હજ પઢી શકશે

સાઉદી અરબના પાટવી કુંવર મોહમ્મદ બીન સલમાનની ભારતની મુલાકાત અનેક રીતે ફળદાયી નિવડી છે. ૧૦૦ બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ આતંકવાદ સાથષની લડાઈમાં ભારતને સહકાર ઉપરાંત સાઉદી તરફથી મળેલી ભેટમાં સાઉદી સરકારે ભારતનાં હજ કોટામાં વધારો કરીને ત્રણ વર્ષમાં ૨૫ હજારની સંખ્યા વધારતા હવે દર વર્ષે ૨ લાખ ભારતીય હજ કરવા જઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદીના પાટવી કુંવર મોહમ્મદબીન સલમાનની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે હજુ કોટા વધશરવાની સંમતિની વાત કરી હતી આર્થિક સચિવ ટીએસ ત્રિમૂર્તિએ જણાવ્યું હતુ કે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં હજ કોટા વધારવા સહિતની માંગણીઓ મુકવામાં આવી હતી તે બહાલ થઈ છે. મુખ્તાર અબ્બાસ નકવીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાઉદીના રાજા સલમાન બીન અબ્દુલ અજીઝનો હજ કોટા ૧.૩૬ હજારમાંથી ૨ લાખ કરવા બદલ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.