Abtak Media Google News

પારદર્શક ગણાતી ‚પાણી સરકારે મોટાભાગની સરકારી કામગીરી ઓનલાઈન કરી દેતા રાજયમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટયાનો ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો સર્વે

ગાંધીના ગુજરાતમાં પ્રમાણિકતાનું પ્રમાણ સૌથી વધુ હોય એ સ્વાભાવિક રીતે ઈચ્છનીય છે તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા ઈન્ડીયા કરપશન ૨૦૧૯ સર્વેમાં દેશમાં સૌથી ઓછા ભ્રષ્ટાચાર ગુજરાતમાં હોવાનું નોંધ્યું છે.

આ સર્વેનાં આંકડાની માહિતી આપતા ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતુ કે દેશ વ્યાપી ભ્રષ્ટાચાર સર્વેક્ષણ ૨૦૧૯માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનાં ૨૦ રાજયોના ૨૪૮ જિલ્લાઓનાં ૨ લાખ નાગરીકો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ગુજરાતની સ્થિતિ સૌથી વધુ પ્રમાણીક હોવાનું નોંધાયું છે. તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના માર્ગદર્શન હેઠળ રાજયોનો વહિવટ સૌથી વધુ પારદર્શક અને ઝડપી બન્યો છે. મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ જવાથી વચેટીયાઓની બાદબાકી થઈ ગઈ છે

7537D2F3 2

બિનખેતી, એનઓસી, સાતબાર, ૮સ, સહિતના પ્રમાણપત્રોની ઓનલાઈન ઉપલબ્ધ ઉપરાંત ખાણની ઓનલાઈન હરાજીઓ, ખનીજનું વેચાણ અને ખાણો પર ડ્રોનના સર્વેક્ષણ સહિત ૩૪૦૦થી વધુ એવી સેવાઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે જેમાં ઓનલાઈન વહીવટને કારણે ગેરરીતિ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે.સૌરભ પટેલે જણાવ્યું હતુ કે રાજયના લાંચ ‚શ્વત વિરોધી તંત્ર એસીબીને આધુનિક ઉપકરણોથી સજજ કરવામાં આવી છે. બટન કેમેરા, પેન કેમેરા, વોઈસ રેકોર્ડર જેવી સુવિધાથી એસીબીને વધુ મજબુત કરવામાં આવી છે.

દેશમાં ‚શ્વત ખોરીમાં રાજસ્થાનના ૭૮% એ પહેલા નંબર, ત્યાર પછી ગોવા, ઓરિસ્સા, હરિયાણા અને કેરળનો નંબર આવે છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછુ જોવા મળ્યું છે દેશના ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓના સર્વેક્ષણમાં ગુજરાતની સ્થિતિ ખૂબજ સારી છે.

રાજયમાં મોટાભાગની સુવિધાઓને ઓનલાઈન કરી દેવામાં આવતા અરજદારોને વચેટીયાઓની મોહતાજ ઘટી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.