Abtak Media Google News

બેન્કના સંચાલક મંડળના સદસ્યોની રાષ્ટ્રીયસ્તરે મહત્વની જવાબદારી નિભાવવાની પરંપરા આગળ ધપાવી

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ડિરેકટર અને સહકારી અગ્રણી સતીષજી મરાઠેની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાનાં સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્તી થવાથી બેન્કનું નામ દેશભરમાં રોશન થયું છે.

સતીષજી મરાઠેનો પરિચય આપીએ તો, હાલમાં તેઓ નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી)નાં ડિરેકટર, નેશનલ કાઉન્સીલ ફોર કો-ઓપરેટીવ ટ્રેનીંગ (એનસીસીટી)નાં એક્ઝીક્યુટીવ મેમ્બર, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ડિરેકટર,થાણે ભારત સહકારી બેન્ક લિ.નાં એક્સપર્ટ ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

સતીષજીએ ૧૯૯૫ થી ૧૯૯૫ સુધી મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ કાઉન્સીલનાં મેમ્બર, એપેક્ષ બેન્ક ઓફ અર્બન બેન્કસ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા લી.નાં ડિરેકટર, નેશનલ યુ કો-ઓપરેટીવ સોસાયટી લિ. મલ્ટી પર્પઝ કો-ઓપ. સોસાયટી)નાં ડિરેકટર, ૨૦૦૧માં ઇન્ડીયન બેન્કસ એસોસીએશનનાં માનદ સેક્રેટરી, મેનેજીંગ કમીટીનાં મેમ્બર તરીકે બે ટર્મ સુધી, કમીટી ઓફ ઇકોનોમીસ્ટનાં મેમ્બર, ૨૦૦૧માં મહારાષ્ટ્ર સરકારની વીક એન્ડ સીક અર્બન કો-ઓપરેટીવ બેન્કસની હાઇ-પાવર કમીટીનાં મેમ્બર, ૨૦૦૫-૨૦૦૬માં પ્રાઇવેટ સેકટર બેન્કસ એસોસીએશનનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી છે. તેઓએ નાણામંત્રી સાથે કો-ઓપરેટીવ સેકટરની પ્રિ-બજેટ મીટીંગમાં વર્ષો સુધી પ્રતિનિધિત્વ ર્ક્યું છે.

સતીષજીએ તેમની કારકિર્દીની શરૂઆત બેન્ક ઓફ ઇન્ડીયાથી કરી. ત્યારબાદ ચેરમેન અને સીઇઓ તરીકે ધ યુનાઇટેડ વેર્સ્ટન બેન્ક લિ. અને જનકલ્યાણ સહકારી બેન્ક લિ.નાં સીઇઓ તરીકે કાર્ય કરેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં સંચાલક મંડળમાં કાર્યરત મહાનુભાવોએ સમયાંતરે વિવિધ હોદાઓ ઉપર રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી અદા કરી છે અને હાલમાં કરી રહ્યા છે. જેમાં અરવિંદભાઇ મણીઆર, વજુભાઇ વાળા, કેશુભાઇ પટેલ, પ્રો. લલિતભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસીયા, પ્રવિણભાઇ માકડીયા, જ્યોતીન્દ્રભાઇ મહેતા, સતીષજી મરાઠે વગેરેનો સમાવેશ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.