Abtak Media Google News

સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના આગામી કાર્યક્રમો

તા.૧૮/૮ને મંગળવારે નાટક ‘દિકરો ભુલ્યો

મા-બાપને’ (કલાકાર-નવીન વ્યાસ) તા.૧૯/૯ને બુધવારે રાત્રે ૯:૦૦ વાગ્યે

હસાયરો (કલાકાર-ગુણવંત ચુડાસમા) અને ભજન (ભજનીક ચંદ્રેશ ગઢવી)

તા.૨૦/૯ને ગુ‚વારે કસુંબીનો રંગ (નિધિબેન ધોળકીયા)

તા.૨૧/૯ શુક્રવારે ‘અન્નકોટ દર્શન’

‘શ્રીનાથજીની ઝાંખી’માં ૫ હજારથી વધુ લોકોએ દર્શનનો લાભ લીધો

ભાદરવા સુદ-૪થી સમગ્ર રાજકોટ શહેર ગણપતિમય બન્યું છે ત્યારે રાજકોટમાં ડો.યાજ્ઞીક રોડ પર સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવનું અને‚ અને અદ્ભૂત કહી શકાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગણપતિ દાદાના દર્શનાર્થે દરરોજ હજારો ભાવિકો શ્રધ્ધા સાથે ઉમટી રહ્યાં છે અને શનિવારે તો હૈયુ હૈયુ દળાય તેટલી માનવ મેદની દર્શનાર્થે ઉમટી પડતા સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો અને કાર્યકરોને વ્યવસ્થા સાચવવી મુશ્કેલ બની ગઈ હતી.2 56સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે ગણપતિ દાદાના દર્શનની સાથો સાથ ‘શ્રીનાથજીની ઝાંખી’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આસિફ જેરીયા તથા પંકજ શેઠ દ્વારા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માણવા માટે ૫૦૦૦થી વધુ દર્શનાર્થીઓ ઉમટી પડતા સર્વેશ્વર ચોક અને આસપાસના વિસ્તારમાં લોકો મેળા જેવો માહોલ છવાયો હતો. ગણપતિ દાદાના દર્શનની સાથે શ્રીનાથજીની ઝાંખીનો લ્હાવો માણી ભાવિકો ભાવ વિભોર બની ગયા હતા.3 43સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૩મીએ ગણપતિ વિસર્જન કરવામાં આવનાર છે. ત્યારે દરરોજ ગણપતિ દાદાના દર્શને આવતા ભાવિકો માટે તા.૨૧મી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચોકના ૮૦ કાર્યકરો દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યાં છે.

સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક લોકોએ અમુલ્ય રક્તદાન કર્યું હતું અને રાત્રે, ગુલાબદાન બારોટ અને શીવદાન બારોટનો હસાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.4 30આ કાર્યક્રમને સફળ બનાવવા કેતન સાપરીયા, અનિલ તન્ના, બહાદુરભાઈ કોટીલા, હિતેષ મહેતા, સમીર દોશી, વિપુલ ગોહેલ, શૈલેષ પરમાર, જયેશ જોષી, ચંદ્રસિંહ સોલંકી, સુધીરસિંહ જાડેજા, હિતેશ જેઠવા, વિજય ગોહેલ, હિતેશ કારીયા, હરેન્દ્ર જાની, જતિન માનસતા, અતુલ કોઠારી, પ્રકાશ પુરોહિત, જીતુ ભરવાડ, નંદો મેવાડા, અલ્લાઉદીન કારીયાણીયા, દિલીપસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશ દસાડીયા, ભયકુ રાઠોડ, ગંગજી બોણીયાએ જહેમત ઉઠાવી હતી. મંડપ ડેકોરેશનની જવાબદારી ખોડલધામ મંડપ સર્વિસ, એલઈડી શ્રી હાટકેશ ફોટો, ઈલેકટ્રીક જુગલભાઈ, સાઉન્ડ પુરોહિત સાઉન્ડ અને ફુલ ડેકોરેશનનું કામ રૈયારાજ ફલાવરર્સે સંભાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.