ગલ્ફમાં સરગવાના પાનનો પાઉડર, ગ્રીન ચીલીની ધુમ માંગ, રાજકોટના ખેડુત યુવાનની મહેનત રંગ લાવી

‘સિઘ્ધી તેને જઇ વરે જે પરસેવે ન્હાય’

યુવા વિકાસશીલ વિજયે ખેતીમાં પ્રોડકસ મિશ્ર કરી ડંકો વગાડયો

ગણતર સાથે ભણતરની બોલબાલા, મેનેજમેન્ટનો માણસ ખેતીમાં આવે તો અનેક ફાયદા

લંડનમાં લાખો રૂપિયાની નોકરી ઠુકરાવી રાજકોટના યુવાને માધાપર ગામે ખેતી શરૂ કરી અનેક યુવાનો અને ખેડૂતોને નવી રાહ બતાવી.ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ગામડું સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે તેવા વિચાર સાથે વિજયભાઈ વાદી નામનો ખેડૂત યુવાન એકજ ખેતરમાં ૫ પ્રકારના વિવિધ પાકોનું ઉત્પાદન લઈ રહ્યો છે. કંઈક નવું જ કરી છૂટવાની માનસિકતા અને ધગશ ધરાવતો ખેડૂત યુવાને વિજય પોતાનું વતન છોડીને રાજકોટ સ્થાયી થયો. સરગવો ,સરગવાના પાનનો પાવડર ગ્રીન ચીલી નું ઉત્પાદન કરી દુબઇ એકસપોર્ટ કરી રહ્યો છે. ખેતીમાં શાકભાજીનું ઉત્પાદન માં ડ્રિપ એરીગેશન ના ઉપયોગ તેમજ પ્લાસ્ટીક મલ્ચીંગ પેપર ના ઉપયોગ દ્વારા વધુ સારું ઉત્પાદન લઈ શકાય છે. તમામ ખેડૂતોએ કોઈપણ એક જ પાક ના ઉત્પાદન પર નિર્ભર ન રહેવું જોઈએ તેની જગ્યાએ એક જ ખેતરમાં વિવિધ પાક ના ઉત્પાદન કરવાથી કોઈપણ એક કે બે પાક નિષ્ફળ જાય તો અન્ય પાકોમાં થી સારી ઉપજ મળી શકે અને કમાણીમાં પણ સારો ફાયદો રહે છે. રાજકોટના ખેડૂત વિજયભાઈ વાદી ભવિષ્યમાં જીફોર મરચાનું ઉત્પાદન કરી દુબઈ સહિત અન્ય દેશોમાં એક્સપોર્ટ કરશે.

ખેતીને  બિઝનેસ  તરીકે જુઓ, ટેકનોલોજીનો ઉપયોગ શીખો: વિજયભાઈ વાદી (ખેડૂત)

અબતક મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂત પુત્ર વિજયભાઈ  એ જણાવ્યું હતું કે મને નાનપણથી જ ખેતીનો શોખ હતો મારા પિતાને ગામડે ખેતી છે. કપાસ મગફળીના પાકમાં વાર પણ લાગતી હતી અને પૂરતા ભાવ મળતા ન હતા. મેં નક્કી કર્યુંં હતું કે એક જ ખેતરમાં મલ્ટી પાક મારે લેવા છે. અત્યારે એક વીઘામાં ચારથી પાંચ પાક એક સાથે હું ઉગાડું છું. મેં કૃષિ ૦૧ ખેતીપ્રધાન, કૃષિ ૦૨ પશુપાલન નો અભ્યાસ કર્યો બાદમાં લંડનમાં અભ્યાસ કર્યો. લાખો રૂપિયાની નોકરીની ઓફર લંડનમાં ઠુકરાવી મેં ખેતી પસંદ કરી. રાજકોટના માધાપર માં ઘણા વર્ષોથી આ બંજર પડેલી જગ્યા મેં મહામહેનતે હરિયાળી કરી. અત્યારે સરગવાની સિંગ સરગવાની સિંગ નો પાવડર ગ્રીન ચિલ્લી હું દુબઈ એક્સપોર્ટ કરી રહ્યો છું. માધાપર ગામે મેં બંજર પડેલી જમીનમાં સૌપ્રથમ જમીન નો રિપોર્ટ કરાવ્યો અને તેમાં કયા કયા પોષક તત્વો માફક આવે છે ,તે અભ્યાસ કરી ખેતી શરૂ કરી. હું જે મરચીનું ઉત્પાદન લઇ રહ્યો છું તે ડ્રિપ ઈરીગેશન દ્વારા લઇ રહ્યો છું. ડ્રિપ ઇરિગેશન થી ત્રણ ફાયદા થાય છે, એક તો પાણી વાળવાનું ,એક કોસ્ટિંગ ઓછું થાય ,પાણી સીધું મૂળમાં મળે છે. મરચી હંમેશા મલ્ચીંગ પેપરથી વાવવી જોઈએ. મલ્ચીંગ પેપર ના ઘણા ફાયદા છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગની મરચી ફેલ થઈ છે જ્યારે મારે ત્રણ ગણું ઉત્પાદન થયું છે. મલ્ચીંગ પેપરથી મૂળની જીવાત નથી આવતી અને ગમે તેટલો વરસાદ આવે પાણી રડીને વહી જશે. ડ્રીપ ઈરીગેશન દ્વારા દિવસમાં માત્ર બે જ કલાક હું પાકને પાણી આપી રહ્યો છું તેથી પાણીનો પણ બચાવ થાય છે. માત્ર એક વર્ષ ઈન્વેસ્ટમેન્ટમાં દોઢ વરસ મળતી ચાલે તેઓ પાકુ લઈ રહ્યો છું. તમામ ખેડૂતો ને મારી વિનંતી છે કોઈ એકને એક પાક પાછળ પડી જઈને તેની વાવણી ન કરવી જોઈએ હંમેશા જમીનને અનુકૂળ હોય તેવા ચારથી પાંચ પાક તમારા ખેતરમાં વાવવા જોઇએ જેથી કોઈપણ એક કે બે પાક માં નુકસાન જાય તો અન્ય પાક માંથી કમાણી થઇ શકે. તમામ ખેડૂત ને મારી વિનંતી છે કે તેઓ યુટયુબ પર સક્સેસ ખેડૂત વિડિયો જોવો પોતાની જમીનને જાણે બાદમાં જ કોઈપણ પાકની વાવણી કરે સરકાર અત્યારે જમીનના રિપોર્ટ ફ્રી માં કરાવી આપે છે. કપાસ વાવો, મગફળી વાવો,ઓકે એરંડા વાવો કે જીરું વાવો .જમીન નો રિપોર્ટ ખાસ કરાવજો જેથી ખ્યાલ આવે કે તમારા પાક ને કયા કયા પોષક તત્વોની જરૂર છે. દરરોજના પાંચ થી છ ખેડૂતો મારી વાડીએ મરચી નું ઉત્પાદન હું કઈ રીતે લઈ રહ્યો છું તે મુલાકાતે આવે છે તો ઘણા ખેડૂતોને આ પદ્ધતિ શીખવું છું ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે. મારો પાક બાગાયતી પાક છે સરકાર આઇ કિસાન પોર્ટલમાં ઘણી જ સહાયતા કરે છે. ડ્રીપ ઈરીગેશન માં સરકારે મને ૭૫ હજાર ની સહાયતા કરી છે. મલ્ચીંગ પેપર ની અંદર ૬૦% સરકાર સહાય કરે છે ૨૨૦૦ રૂપિયા નું પેપર ૭૦૦થી ૮૦૦ રૂપિયામાં મને પડે છે. ગવર્મેન્ટ ઘણી જ સબસીડી આપે છે તમે તેને લેતા શીખો. સ્માર્ટ વર્ક કરો માત્ર ગદ્ધા મજુરી કર્યે કાંઈ નહીં થાય. જ્યારે પણ કૃષિ મેળા થાય છે ત્યારે તમામ ખેડૂતોએ તેની અચૂક મુલાકાત લેવી જોઈએ અને તમામ જાણકારી પણ મેળવવી જોઈએ. તમામ યુવાનો ને પણ હું ખેતી માં જોડાવા માટે અનુરોધ કરું છું ગામડું સમૃદ્ધ થશે તો દેશ આપમેળે સમૃદ્ધ થઇ જ જશે. એકબીજાને સપોર્ટ કરી એક ગ્રુપ બની પાકનું ઉત્પાદન કરો શા માટે ઉત્પાદન ન થઈ શકે બધા એક બનીને આગળ વધો અને બધા સમૃદ્ધ બનો તેવું મારુ ધ્યેય છે. નિષ્ફળ જાય તો કોઈ પણ ખેડૂતે હિંમત ન હારવી જોઈએ. પાકનું બીજ રોપ્યા બાદ બે થી ત્રણ મહિનામાં તેની ઉપજ થાય તેવા જ પાકનું વાવેતર કરવું જોઈએ. ગ્રીન ચિલ્લી હું મારા મિત્ર ને વડોદરા મોકલું છું અને તે દુબઈ એક્સપોર્ટ કરે છે માત્ર એક જ મહિનામાં મારી પાસે લાયસન્સ આવી જશે બાદમાં સીધું જ આરબ દુબઈમાં એક્સપોર્ટ કરી શકીશ. અત્યારે મહેનત ખેડૂત કરે છે અને ભાવ બીજા લઈ જાય છે ખેડૂત એટલો સક્ષમ થઈ જવો જોઈએ કે પોતાનો માલ સીધો જ વેપારીને વેચી શકવો જોઈએ. રાજકોટ યાર્ડ માં મારે જ સરગવા નો ભાવ જોઈએ છે એ ભાવ મળે તો જ હું સરગવો વેચું છું કારણકે ગાડરીયા પ્રવાહની જેમ બીજા જે ભાવ કહે તે ભાવમાં ન જ વહેંચવો જોઈએ. મારું એક સ્વપ્ન છે કે ઈઝરાયેલ વાળા સૌરાષ્ટ્રમાં આવવા જોઈએ કે સૌરાષ્ટ્રના ખેડૂતો આ કઈ રીતે ખેતીનું ઉત્પાદન કરી રહ્યા છે તે સફળતા તમામ ખેડૂતે હાંસલ કરવી જોઈએ. એકલા હાથે ૫૦૫ વીધા ખેતી કરીને મારે પંજાબના યુવાનો રેકોર્ડ તોડવો છે.મારા માતાપિતા તેમજ ખેતરમાં કામ કરતા મારા તમામ મજૂરોને દુબઈ પણ લઈ જઈશ.

પુત્રની સુઝ બુઝ કારગત નીવડી: રમીલાબેન વાદી (માતા)

વિજયભાઈ ના માતા રમીલાબેને અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગામડે ખેતી કરતા હતા તેમાં એક જ પાક માટે અમે ૫ થી ૬ મહિના સુધી રાહ જોતા. તેમાં પણ કુદરત નો પ્રકોપ હોઈ ત્યારે નુકશાન પણ ઘણું થતું. ડ્રિપ ઇરિગેશ પદ્ધતિ તેમજ વિવિધ ટેકનોલોજી દ્વારા ખેતી કરવાથી ઘણો લાભ મળે છે. પુત્ર ની પ્રગતિ જોઈ આજે ખૂબ ખુશી થાય છે.

ગર્વ છે મારો પુત્ર ટેકનોલોજી દ્વારા એકજ ખેતરમાં વિવિધ પ્રકારના પાંચ પાક લઇ રહ્યો છે: પાંચાભાઈ વાદી (પિતા)

ખેડૂત યુવાન વિજયભાઈ ના પિતા પાંચાભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક વીઘા ની જગ્યા માં મારો પુત્ર વિજય બાર વીઘા માં સરગવો, છ વીઘા માં ટમેટી ,ત્રણ વિઘામા મેથી ,ત્રણ વિઘામા ડુંગળી , છ વિઘા મરચી પાંચ વિઘામાં બે વીઘામા ટિંડોરીનું વાવેતર કર્યું છે. શરૂઆતમાં વિજય અત્યારે એક જ ખેતરમાં પાંચ પાકની વાવણી કરી ત્યારે મને અચરજ લાગ્યું મે ટકોર કરતા કહ્યું કે નુકસાન જશે પરંતુ તે અડગ મન થી ખેતી કરતો હતો. અને ત્રણ ગણું ઉત્પાદન મેળવ્યું. મને ખૂબ જ આનંદ થયો કે મારો પુત્ર અત્યારે ખુબજ આગળ વધ્યો છે અને વિદેશમાં પાક મોકલી રહ્યો છે.

Loading...