Abtak Media Google News

મેરાવદર ખાતે મજુર કામ કરતા શ્રમિક પરિવારમાં અરેરાટી

રાજકોટ જિલ્લાના ઉપલેટાના કોલકી રબારીકા માર્ગ પર કારે ત્રિપલ સવારી બાઈકને ઠોકરે લેતા શાળા-બનેવીના મોત નિપજયા છે. જયારે યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ પંથકના વતની અને હાલ ઉપલેટા તાલુકાના મેરાવદર ખાતે અશ્વીનભાઈની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મનો ચનીભાઈ રાઠવા અને તેનો સાળો નાનુભાઈ તથા તેનો પુત્ર ભોલો મળી સહિત ત્રિપલ સવારી બાઈક લઈને મેરાવદરથી ઉપલેટા તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગ પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી જી.જે.૩ સી.આર ૮૪૮૯ નંબરની કારે બાઈકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનાભાઈ અને તેના સાળા નાનુભાઈનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ભોલા નામના યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે રવજી ચનીભાઈની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી નાસી છુટેલા ચાલકની શોધખોળ આદરી છે. વધુ તપાસ પી.આઈ એચ.જે.પલ્લાચાર્ય સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.