Abtak Media Google News

સંતોની યાદમાં ગુરુકુળની બધી જ સંસ્થાઓમાં ધુન, ભજન અને પરોપકારી કાર્યો કરાશે

સંત શિરોમણી પુરાણી પ્રેમપ્રકાશદાસજીની આજે ૩પમી જયારે નિરજામુકતદાસજી સ્વામીની આજે ૩૦મી પુણ્યતિથિ છે બન્ને સંતોની યાદમાં આજે ગુરુકુળની બધી જ સંસ્થાઓમાં ધુન, ભજન અને પરોપકારી કાર્યો કરવામાં આવશે.

સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ, જુનાગઢ, અમદાવાદના સંસ્થાપક પ.પૂ. સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના જમણા હાથ સમાન પ.પૂ. પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની આજે અષાઢ સુદી-પ ના દિવસે ૩પ (પાંત્રીસ) મી પુણ્યતિથિ છે.

પુરાણી સ્વામીનો જન્મ સંવત ૧૯૭૩ના કારતક સુદી ૧૧ તા. ૫-૧૧-૧૯૦૬ ને રવિવારના રોજ અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના ખડખડ ગામે પિતા કાળાભાઇ હીરપરા અને માતા દુધીબાઇને ત્યાં થયો હતો. નાનપણથી જ મંદિરે જવું, સંતોનો સમાગમ કરવો, ભગવાનની વાતો બાલ મિત્રોને હાથના લટકા અને મુખના હાવભાવ સાથે કરવાની આવડતને કારણે બાળકો પણ વાતો સાંભળતા થાકતા નથી.

ભગવાન ભજવાની અત્યંત ઇચ્છાને કારણે ૧૧ વર્ષની ઉંમરે ભગત તરીકે અને ૧ર વર્ષની ઉમંરે તા. ૫-૪-૧૯૨૮ ને ગુરુવારે વડતાલ ગાદીના આચાર્ય મહારાજ પ્રતિપ્રસાદજી મહારાજ પાસે સ્વામી કેશવ પ્રિયદાસજીએ દીક્ષા અપાવી, વાકચાતુર્યને કથા દરમિયાન લોકો ખુબ જ આકર્ષાયા અને સત્સંગના રંગે રંગાયા,: ઇ.સ. ૧૯૪૫માં શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં વિશ્ર્વ શાંતિ યજ્ઞ કર્યો અને તેમાં સેવાકાર્યમાં જોડાયા સ્વામીને ગુણ આવ્યો અને શાસ્ત્રીજી મહારાજ સાથે દિલથી જોડાયા.

સ્વામી ઉત્તમ કથાકાર હતા. તેમની ચોટદાર વાકછટા હતી પાંચ વ્યકિત હોય પાંચ હજાર શ્રોતા હોય આબાલ કે વૃઘ્ધ હોય સૌને સમુધુર શૈલીથી આકર્ષતતા વ્યસન મુકિત માટે ગામોગામ ઝુંબેશ ગુરુકુળ તરફથી ચલાવેલ ત્યારે ગામના ચોરે ગામ સભા કરતાં અને વ્યસન મુકવાની શુરાતન ભરી વાર્તા કરી વ્યસની લોકો સભામાં જ તમાકુની ડબલીઓ (ત્યારે ગુટકા ન હતા) બીડીની ઝુંડીઓ, માચીસોના ઢગલા કરી દેતા અને ફરીવાર વ્યસન નહી કરવાનું નિયમ હોતો.

સ્વામી તા. ર૩-૬-૧૯૮૫ ને રવિવાર સંવત ૨૦૪૧ના અષાઢ સુદ-પ ના રોજ અક્ષરવાસી થયા જયારે અક્ષરવાસી થયા ત્યારે તેમને કહયું કે આ ચંદનની સુગંધ કયાંથી આવે છે ચારો બાજુથી ચંદનની સુવાસ આવે છે અને તરત કહ્યું મને મહારાજ તેડવા આવ્યા છે. સ્વામી ધામમાં ગયા ત્યારે પૂ. શાસ્ત્રી કહેલુ કે પુરાણીની મૂડી તો કાંઇ નથી બે ધોતિયા છે એય પાલખી સાથે બાંધી દીએ બન્ને સંતોની યાદમાં આજે બધી જ સંસ્થાઓમાં ધુન, ભજન અને પરોપકારી કાર્ય કરવામાં આવશે.

આજે નિરન્નમુકતદાસજી સ્વામી (મુગટ સ્વામી)ની ૩૦મી પુણ્ય તિથિ

આજે નિરન્નમુકત દાસજી સ્વામીની ૩૦મી પુણ્ય તિથિ છે. રાજકોટ ગુરુકુલથી શાખા જુનાગઢમાં શરુ થઇ અને શાસ્ત્રી મહારાજે તેનું સંચાલન મુગર સ્વામીને સોંપ્યું મુગટ સ્વામીની આગવી સુઝ, કાર્યકુશળતા, સજાગતા, તપત્યાગ, સાદાઇ અને સતત સેવા પરાયણતા સાથે એમની શ્રઘ્ધા અને ધીરજના અખૂટ હતી. પૂ. સ્વામીની આજ્ઞામાં એમણે જીવન નીચોવી નાખ્યું. સતત ર૭ વર્ષ જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી સેવા બજાવતાં રહ્યા, સને ૧૯૮૯ના રોજ ભજન સ્મરણ કરતા અક્ષરવાસી થયા અઠવાડીયા અગાઉ તેમને કહેલું કે હું આ પૃથ્વી ઉપર આઠ દિવસ છું પછી મહારાજ પાસે ધામમાં જઇશ અને એમ જ થયું પૂ. મુગટ સ્વામીએ પોતાના જીવનકાર્ય દ્વારા હજારો વિઘાર્થીઓના જીવન ઘડતર કર્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.