Abtak Media Google News

કોરોના પોઝિટિવ  દર્દીના ઘર અને આજુ બાજુના ઘરને સેનિટાઈઝ કરવાની કામગીરી કરાતા ૧૨૦ કર્મચારીઓ : મ્યુનિ. કમિશનર

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા સૌ નાગરિકોએ પોતાની ફરજ સમજીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનિટાઈઝેશન તેમજ વારંવાર હાથ ધોવાની પ્રક્રિયા કરવાની રહે છે. શહેરને કોરોના વાઇરસમાંથી મુક્ત કરવા માટે મહાપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવે છે. કોરોનાકાળ વછે પણ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ૧૨૦ થી વધુ કર્મચારીઓ દ્વારા દરરોજ જાહેર થતા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં હેન્ડપંપ વડે સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સામે રક્ષણ મેળવવા હાલ માસ્ક પહેરવું, એક બીજા વ્યક્તિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુથી હાથ સાફ કરવા અથવા વારંવાર સેનિટાઈઝ કરવું જેનાથી વાઇરસના જીવનું નાશ કરી શકાય છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવાથી કોરોનાથી બચી શકાય છે. જેના ઉમદા ઉદાહરણ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓ છે. જેઓ દરરોજ કોરોના પોઝિટિવ નોંધાયેલ દર્દીઓના વિસ્તારમાં જઈને ત્યાનો આજુ બાજુનો વિસ્તાર સેનિટાઈઝ કરે છે. પોતે સાવચેતી રાખીને કોરોના પોઝિટિવ આવેલ દર્દીનું ઘર તેમજ તેમની આજુ બાજુના ઘરને સેનિટાઈઝ કરવાની કામગીરી કરે છે. રાજકોટ શહેરને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે મહાનગરપાલિકા અવિરત કામગીરી કરી રહી છે. જેની સામે શહેરીજનોએ જાગૃતતા દાખવી છે.

જે વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે તે વિસ્તારને  મહાપાલિકા દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચનાથી પર્યાવરણ ઈજનેરશ નીલેશ પરમારના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર અને પ્રજેશ સોલંકીની દેખરેખ હેઠળ સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.