પ્રતિબંધ છતાં બેફામ દોડે છે રેતી ભરેલા ડમ્પરો

53

હળવદની બ્રાહ્મણી નદીમાંથી બેફામ રેતી ચોરી : સ્થાનિક પોલીસની કામગીરી શંકાસ્પદ

કલેકટરના જાહેરનામાની ઐસીતૈસી…

હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માં રેત માફિયાઓ દ્વારા બેફામ પણે રેતીના ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે જોકે થોડા દિવસ પહેલાં જ હળવદ થી ટીકર નો જે રોડ બની રહ્યો છે તેથી તેના પર ભારે વાહનો ચલાવવા પર કલેકટર દ્વારા જાહેરનામું પાડી પ્રતિબંધ મુકાયો છે તેમ છતાં પણ રાત્રિના અહીં બેફામ પણે રેત માફિયાઓ ઓવરલોડ ડમ્પરો પસાર કરાવી રહ્યા છે જેને કારણે અહીં નવો બનતો રોડ તૂટી જાય છે જેથી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ડમ્પરો બંધ કરાવવા ઘનશ્યામ ગઢ ગામના સરપંચ જણાવી રહ્યા છે

બ્રાહ્મણી નદી મા સ્થાનિક તંત્રની સાઠગાંઠ ને કારણે બેફામ પણે રેત માફિયાઓ રેતી ઉલેચી રહ્યા છે ત્યારે હળવદ થી ટીકર સુધીનો નવો રોડ બની રહ્યો હોય જેથી અહીં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો પસાર થવાને કારણે રોડ તૂટી જતો હતો જેને કારણે જિલ્લા કલેકટર દ્વારા થોડા દિવસ પહેલાં જ અહીં ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મુકાયો છે તેમ છતાં પણ કલેક્ટરના જાહેરનામાના ની એસીતેસી કરી રેતી માફિયાઓ રાતના સમયે ૫૦ થી ૫૫ ટન  રેતી ભરેલા ડમ્પરો  બેરોકટોક પણે પસાર કરાવી રહ્યા છે તેમ છતાં પણ સ્થાનિક તંત્ર રેત માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાબિત થયું છે

આ અંગે ઘનશ્યામ ગઢ ગામના સરપંચ દ્વારા ઊંચ કક્ષાએ રજૂઆત કરી  રેત માફિયા ઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવનાર હોવાનું જણાવા મળ્યું છે. આ અંગે લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પોલીસે આ મહિનો નો રેતી માફિયાઓ પાસે ડમ્પરો નહીં રોકવાનો હપ્તો લઈ લીધો છે જેથી જો પોલીસ રેતી માફિયાઓ ને રોકે તો હપ્તાના રૂપિયા પાછા દેવા પડે તેમ છે.? આવી પણ લોકોમાં ચર્ચાઓ સાંભળવા મળી રહી છે જોકે અહીં એ વાત સ્વીકારવી રહી કે પોલીસના આશીર્વાદ રેત માફિયાઓ ઉપર ના હોય તો પંથકનો કોઈપણ રેત માફિયો એક મુઠી પણ  રેતી  ઉપાડી ન શકે.

Loading...