સેમસંગએ લોન્ચ કર્યો દુનિયાનો પહેલો આ ફોલ્ડેબલ ગ્લાસ ફોન

500

સેમસંગે તેનો બીજો ફોલ્ડેબલ ફોન ગેલેક્સી ઝેડ ફ્લિપ લોન્ચ કર્યો છે. ગેલેક્સી ઝેડ ફ્લિપની મુખ્ય વિશેષતાએ તેનો બેન્ડએબલ ગ્લાસ છે કારણકે પહેલીવાર એવું થયું છે કે જ્યારે કોઈ બ્રાંડે ફોનમાં પાતળા બેન્ડેબલ ગ્લાસનો ઉપયોગ કર્યો છે. ધ ગેલેક્સી સેમસંગનો પહેલો ફોલ્ડેબલ ફોન પણ છે જેનો આકાર ક્લેમશેલ ડિઝાઇન જેવો એટ્લે કે છીપા આકારનો છે. ગેલેક્સી ઝેડ ફ્લિપ લેતા પહેલા આટલું જાણી લો…

સેમસંગ ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.7 ઈંચ
પ્રોસેસર સેમસંગ Exynos 990
ફ્રન્ટ કેમેરા 10 MP
રિઅર કેમેરા 12 MP+ 64 MP+ 12 MP
રેમ 8GB
સ્ટોરેજ 128GB
OS Android 10
રિઝોલ્યુશન 1440×3200 pixels
બેટરી કેપેસિટી 4500mAh

ગેલેક્સી ઝેડ ફ્લિપમાં સેમસંગ દ્વારા બનાવેલ બેન્ડેબલ અલ્ટ્રા થીન ગ્લાસ (યુટીજી)નો ઉપયોગ કરાયો છે. આ ગ્લાસની વિશેષતા એ છે કે જો સ્ક્રીનમાં વધુ સ્ક્રેચ પડે તો આખી ડિસ્પ્લે બદલવાની જગ્યાએ ખાલી ઉપરનો ગ્લાસ બદલવાનો રહેશે. સેમસંગએ ગૂગલ સાથે મળીને આ ફોન માટે ફ્લેક્સ મોડ પણ ડીઝાઈન કર્યો છે. જ્યારે ફોનને L આકારમાં વાળશો ત્યારે 4-4 ઇંચની 2 સ્ક્રીન બનશે જેનાથી તમે સરળતાથી ફોટો અને અને વિડીયો જોઈ શકશો

Loading...