Abtak Media Google News

લાસ વેગાસમાં ચાલી રહેલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો CES 2019 માં સેમસંગે તેની 219 ઇંચની ટીવીની ઝલક બતાવી છે. સેમસંગની આ વિશાળ કાય ટીવી માં માઇક્રોલેડ પેનલ ડિસ્પ્લે છે. આ પહેલા કંપનીએ ધ વોલ ટીવી રજૂ કર્યું હતું જે 146 ઇંચનું હતું. ખાસ વાત એ છે કે સેમસંગની આ ટીવીમાં તમે Google અને એમેઝોન એલેક્સાના સપોર્ટ મેળવી શકો છો જેની મદદથી તમે બોલી શકો છો. સાથે સાથે સ્માર્ટ સ્પીકર્સનું પણ સપોર્ટ  પણ  છે.

Download 1 2

તે જ સમયે સેમસંગે માઇક્રો એલઇડી પેનલમાં એક અન્ય 75 ઇંચની ટીવીનું પણ ઝલક દેખાણી છે. આ ટીવી માં 4 કે રિઝોલ્યુશન પણ આધાર છે. જોકે કંપનીએ આ બંને ટીવીની કિંમતોનો ખુલાસો કર્યો નથી. આ બંને ટીવીને તમે બોલીને ઓન અને ઑફ કરી શકો છો. આ સિવાય તમે બોલીને વોલિયમ વધુ કે ઓછું કરી શકો છે. સેમસંગે 219ઈચના આ ટીવીને  Tha Wall 2019 નામ આપ્યું છે.

Untitled 1 23

 સીઇએસ 2019 માં સોનીએ માસ્ટર સીરીઝ હેઠળ બે ટીવી રજૂ કર્યા છે જેમાં ઝેડ 9 જી 8 કે (એલસીડી) અને એ 9 જી 4 કે OLEDનો સમાવેશ થાય છે. આમાંથી A9G TV ત્રણ વેરિયન્ટ 55 ઇંચ, 65 ઇંચ અને 77 ઇંચમાં મળે છે, ત્યાં જ Z9G મોડેલ 85 ઇંચ અને 98 ઇંચની વેરિયન્ટમાં ખરીદી શકાય છે.

બંને ટીવીની સ્પેસિફિકેશનની વાત તો બંનેમાં એક જ પ્રોસેસિસ એક્સ 1 અલ્ટિમેટનો ઉપયોગ થાય છે, જેના લીધે સોની દાવો કરે છે કે આ પ્રોસેસર ખાસ કરીને 8 માટે તૈયાર છે. જણાવો કે Z9G સોનીનું પ્રથમ એવું કન્ઝ્યુમર ટીવી છે જેમાં 8K સપોર્ટ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.