Abtak Media Google News

ડોકટર્સ, જજીસ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સર્વરોગ, નિદાન કેમ્પનું આયોજન: આયોજકો અબતકની શુભચ્છા મુલાકાતે

સોરઠીયા દરજી યુવા સંગઠન દ્વારા તા.૨૬-૦૧-૨૦૨૦ રવિવારેના રોજ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન જૂનાગઢ  મુકામે  ગિરનાર તળેટીમાં સન્માન હીન્દુ ધર્મશાળા ખાતે કરવામાં આવેલ છે. તદ્દ ઉપરાંત સમુહ લગ્નની સાથે વિના મુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે.આજ કાર્યક્રમમાં જ્ઞાતિનાં ડોકટર તથા જજનું સન્માન કરવામાં આવશે.

શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ધોરણ ૧૦/૧૨માં ઉત્તર્ણી થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવશે.સંસ્થાના દુષ્યંતભાઈ ગોહેલનાં દુરદંશી વિચારોથી સંસ્થા આવા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. ઉપરોકત તમામ કાર્યક્રમોમાં સર્વ જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયો છે.

સમુહ લગ્નોત્સવ માટે તનસુખભાઈ ગોહેલ, દુષ્યંતભાઈ ગોહેલ, શૈલેષભાઈ ગોહેલ, રસીકભાઈ ગોહેલ, અનંતભાઈ સોલંકી, રમેશભાઈ હિંગુ, કિરીટભાઈ ગોહેલ, જતીનભાઈ ગોહેલ, જયેશભાઈ શેધલીયા, હિતેશભાઈ ગોહેલ, જીતુભાઈ હિંગુ, અનંતભાઈ ગોહેલ, ભાવેશભાઈ મકવાણા તેમજ રણજીતભાઈ ગોહેલે. અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.