Abtak Media Google News

૧૯માં સામાન્ય અને ૧૦માં પેટા ચૂંટણી યોજાશે  

આવતીકાલે રાજકોટ જીલ્લાની ૨૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાનાર છે રાજકોટ જીલ્લાની ૭ કુલ ર૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી યોજાવાની હતી.

જે પૈકી પ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ અને બીનહરીફ સરપંચ જાહેર થતાં તેની ચુંટણી રદ કરવામાં આવી છે.

જીલ્લાની ૧૦ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજાનાર છે અને બાકીની ર૯ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી યોજાનાર છે.

આવતીકાલે રવિવારના રોજ રાજકોટ જીલ્લાના ર૯ ગામનાં મતદાન મથકો પર સવારે ૮ વાગ્યાથી મતદાન શરુ થશે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.