Abtak Media Google News

વિસાવદરનાં હનુમાનપરામાં લેઉવા પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી જયેશભાઈ રાદડિયા

વિસાવદર નજીકનાં હનુમાનપરા વિસ્તારમાં સમાજવાડી ભવનનું નિર્માણ કરવાની હામ ભીડી હતી. હનુમાનપરાનાં મા‚તીનગર સમીપ નારણભાઈ દુધાતનાં સુપુત્રો રતિભાઈ અને રવજીભાઈ દુધાતે પોતાની ખેતીની જમીનનું સમાજભવનનાં નિર્માણ માટે ભૂમિદાન કર્યું હતું. રાજયનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉધોગ, છાપકામ, લેખન સામગ્રીનું જયેશભાઈ રાદડિયાનાં હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

વિસાવદર ખોડલધામ સમિતિ દ્વારા કાગવડ ખોડલધામનાં ચેરમેન નરેશભાઈ પટેલનું ૧૮૩મું રકતતુલાથી સન્માન કરાયું તેનાં પ્રતિભાવમાં નરેશભાઈએ લેઉવા પટેલ સમાજનાં યુવાનો એકત્ર બની સમાજ સંગઠન અને સમાજહિત માટે પાયાની જરૂરીયાતો પૂર્ણ કરવા જે રીતે કામ કરે છે તેને બિરદાવી સફળ સૃષ્ટિનું માં ખોડલ કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી જણાવ્યું કે જે સમાજ સમયની સાથે કદમ મિલાવે છે તે હંમેશા સફળ થતો હોય છે. સમાજવાડી ખાતમુહૂર્ત પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, સમાજવાડી મનુષ્યનાં જીવનમાં સારા વિચારોનું ઉદ્ધવસ્થાન છે અને તેના થકી જ સારા સમાજનું ઘડતર તેમજ સારા સંસ્કારોનું સિંચન થતું હોવાની લાગણી વિસાવદર તાલુકાનાં હનુમાનપરાનાં મારૂતીનગર ખાતે નિર્માણાધીન લેઉવા પટેલ સમાજ ભવનનાં ખાતમુહૂર્ત પ્રસંગે રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ વ્યકત કરી હતી. નૂતન સમાજવાડીનાં નિર્માણમાં સહકારીતા અને સંગઠીતતાના સમન્વય થકી અને ટીમ વર્કથી કરાતા કાર્યોને હંમેશા જવલંત સફળતા મળે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હનુમાનપરાનાં યુવાનોએ સ્વબળે આગળ વધી સામાજીક એકય અને સમરસતા કેળવાય તે દિશામાં કાર્ય કરી રજુ કર્યું છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

આ પ્રસંગે સતાધાર ધામનાં મહંત વિજયબાપુએ પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યું કે, સામાજીક ઉત્કર્ષનાં કાર્યો થકી સમાજની પાયાની જરૂરીયાતો સહકારીતાથી સંપન્ન થાય છે. વિજયબાપુએ લેઉવા પટેલ સમાજનાં યુવાનો વધુને વધુ શિક્ષિત થઈ સમાજ ઉપયોગી કાર્યોમાં મદદરૂપ થાય અને સમાજ શ્રેષ્ઠતાનાં શિખરો સર કરે તેવા આશિષ આપ્યા હતા. આ તકે જિલ્લા ભારતીય જનતા પક્ષનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, હનુમાનપરમાં સઘળી સવલતોથી સજજ એવી સમાજવાડીનાં નિર્માણથી સમાજને તેમજ ગ્રામજનોને વધુ સારી સુવિધા મળશે. કિરીટભાઈએ સંઘબળે સિદ્ધિ હાંસલ થાય તેની સાર્થકતા સદ્રષ્ટાંત વિધાનોટાંકી યુવાનોને વ્યસન અને બહેનોને બિનજરૂરી ફેશનથી દુર રહેવા આહવાન કર્યું હતું. જુનાગઢ અને માંડાવડ ખાતે પટેલ સમાજનાં શિક્ષણ ફલકને સંભાળી વિદ્યાર્થીઓમાં વિદ્યાપૂજના સિંચન કરતા કેળવણીકાર જે.કે.ઠેસીયાએ જણાવ્યું કે, જ્ઞાતિની સમાજવાડીથી જ સારા મજબુત સમાજનું નિર્માણ થાય છે જેના થકી જ સમાજનાં ઉત્કર્ષ કાર્યો સફળ થતાં હોય છે.

વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં ઉપસ્થિત સમાજશ્રેષ્ઠીઓને ચિંતન કરવા આહવાન કર્યું હતું. હનુમાનપરા વિસ્તારમાં નવનિર્માણ થનાર લેઉવા પટેલ સમાજમાં આર્થિક યોગદાન આપનાર દેશનાં વિવિધ પ્રાંતમાં રોજગારી અને ધંધા વ્યવસાયથી સ્થાઈ થયેલા દિલેર દાતાઓને બિરદાવી સમાજનાં કાર્યોમાં સહભાગી બન્યા તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉધોગપતિ જનકભાઈ ધાનાણી, પ્રફુલભાઈ હરખાણી, રવજીભાઈ પાનસુરીયાએ સમાજમાં શિક્ષણ, સંગઠનનો વ્યાપ વધારવા અને મહિલાઓને સામાજિક પ્રવૃતિઓમાં વધુ સ્થાન આપવાની હિમાયત કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે મંત્રી જયેશભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ અને સમાજશ્રેષ્ઠીઓએ વિસાવદરનાં સરદાર ચોકમાં વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ગ્રામજનોએ બેન્ડની સુરાવલી સાથે જાગૃતિ રેલી સ્વરૂપે સમાજવાડી સ્થળે આવી ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું. મહેમાનોનાં હસ્તે દીપ પ્રાગટય બાદ હનુમાનપરાની બાળાઓએ આવકાર ગીતથી અતિથીઓને આવકાર્યા હતા.

કાર્યક્રમનાં અતિથી વિશેષપદે નેસડીધામથી લવજીબાપુ, બગસરા આપાગીગાધામથી જેરામબાપુ, મંચછારામબાપુ, અગ્રણી રતિભાઈ સાવલીયા, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા, અગ્રણી ઉધોગપતિ ભુપેન્દ્રભાઈ રીબડીયા, કે.કે.કથીરિયા, રવજીભાઈ કથીરિયા, ખોડલધામ કાગવડનાં ટ્રસ્ટી ગોપાલભાઈ ‚પાપરા, ક્ધવીનર પરેશભાઈ ડોબરીયા, સમાધાન પંચનાં અમુભાઈ પાનસુરીયા અને નયનાબેન વઘાસિયા, અગ્રણી બિલ્ડર રિમ્પલ વઘાસીયા, બાબુભાઈ સાવલીયા, નટુભાઈ પોંકીયા, ઘનશ્યામભાઈ ડોબરીયા, ઘનશ્યામભાઈ સાવલીયા, રમણિકભાઈ દુધાત્રા, વલ્લભભાઈ દુધાત, ધી‚ભાઈ રીબડીયા સહિત સમાજ ઉત્કર્ષ માટે આર્થિક સહયોગી દાતા, સમાજશ્રેષ્ઠીઓ, રાજદ્વારી અતિથિઓ, ગામનાં ગૌરવ‚પ તેજસ્વી તારલાઓ, સરદાર પટેલ સેવા સમાજનાં ટ્રસ્ટીગણ, વિસાવદરનાં ડોકટર સેલનાં સભ્યો, વેટરનરી ડોકટરોની ટીમ, નાથાણી વોલેન્ટરી બ્લડ બેંકની ટીમ, વિસાવદર તાલુકાનાં લેઉવા પટેલ સમાજ પરિવારનાં સભ્યો, વડીલો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.