Abtak Media Google News

પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા આજે ભેંસાણ, ઉના, ઢાંક, અમદાવાદ અને વડોદરાની બજારો બંધ: ગામે ગામે વિશાળ રેલી, કેન્ડલ માર્ચ: પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા: આતંકીઓ સામે આકરી કાર્યવાહીની બુલંદ બનતી માંગ

રાજકોટ

કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ થયા છે. આતંકવાદીઓના આવા જધન્ય કૃત્ય સામે દેશભરમાં લોકોનો રોષ સાતમાં આસમાને પહોંચી ગયો છે. આતંકીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવા અને ખાત્મો બોલાવવાની માંગ બુલંદ બની રહી છે. સૌરાષ્ટ્રમાં શુક્રવારે ગામે ગામ રેલી નીકળી હતી. કેન્ડલ માર્ચ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અપાય હતી. આજે ઉના, ભેંસાણ અને ઢાંક બંધ પાળી શહિદોને શ્રધ્ધાંજલી અર્પશે. અમદાવાદ અને વડોદરા પણ બંધ પાળ્યો હતો.

Up 1

ઉપલેટા

ઉપલેટામાં ૩૦૦૦ હજાર કરતા વધુ શહેરીજનોએ પોતાના હાથમાં કેન્ડલ પ્રજવલિત કરી માં ભોમની રક્ષા કરી રહેલા જવાનોને આતંકીઓ દ્વારા હુમલો કરાતા શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા વિશાળ રેલી નિકળી હતી. આ રેલી બસ સ્ટેન્ડ ચોકી શહેરના રાજમાર્ગ ફરી “પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જીંદાબાદ જયશ્રી રામ, વંદે માતરમ, હમશે જો ટકરાયેંગા વો મીટી મેં મીલજાયેગા ના નારા લગાવી આતંકી સામે ભારે આક્રોષ શહેરીજનોમાં જોવા મળ્યો હતો. રેલી ગાંધી ચોકમાં સમાપન કરવામાં આવી હતી.

આ રેલીમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, પ્રાથમિક સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ધરણાંતભાઈ સુવા, યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, દવેતભાઈ ધોળકીયા, ૩૦૦૦ કરતા વધુ શહેરીજનો જોડાયા હતા. આતંકીઓના હુમલામાં શહિદી વહોરનારા તમામ શહિદ પરિવારોને ફૂલ નહીં તો ફુલની પાંખડી રૂપે મદદરૂપ થવા ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પોતાને મળતો ધારાસભ્ય તરીકેનો એક માસનો પગાર શહિદ થયેલા વિર શહિદોના પરિવારને આપશે.Img 20190216 Wa0008 1550286894913

જસદણ

જસદણવાદીઓમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓ સામે ભારોભાર રોષ છવાયો છે. શુક્રવારે વહેલી સવારે શહેરની ઈકરા સ્કૂલ તથા જુદી જુદી રાજકીય સામાજિક, સેવાકીય, શૈક્ષણિક સંસ્થાઓએ અંજલી અર્પણ કરી હતી. આ તકે સુન્ની મુસ્લિમ સમાજના યુવા અગ્રણી રફીકભાઈ હાજી, હબીબભાઈ મીઠાણીએ જણાવ્યું હતું કે, દેશમાં આ ઘટના બાદ આક્રોશનો ભારે પડઘો પડયો છે.

રાજુલા

અંબરીશ ડેરની આગેવાનીમાં માર્કેટીંગ યાર્ડથી રાજુલા હવેલી ચોક સુધી કેન્ડલ માર્ચ જનઆક્રોશ રેલી યોજી હતી. જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર તથા સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા આ કેન્ડલ માર્ચ તેમજ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને હવેલી ચોકમાં હાજર સૌ લોકોએ સીઆરપીએફના શહિદ ૪૪ જવાનોને બે મીનીટ મૌન પાળીને શહિદોને શ્રધ્ધાંજલી આપેલ હતી અને આવા કાયરતા પૂર્ણ હુમલામાં જે જે લોકો સામેલ હોય તે તમામની સામે “લશ્કરી રાહે કાર્યવાહી કરવાની લાગણી અને આક્રોશ વ્યકત કરવામાં આવેલ હતો.

ઓખા

ઓખા બેટ જેટી પર એસઆરપી ૩૧ બટાલીયન, ટ્રાફીક બ્રીગેડીયર તથા ગુજરાત મેયીટાઈમ બોર્ડ જવાનો અને ઈમરજન્સી ૧૦૮ના સ્ટાફે સાથે મળી આ શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ સાથે ઓખા રામાનંદી સાધુ સમાજ ખાતે રામાનંદી સર્વે પરિવારો સાથે મળી બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના ડો.આશાબેન પટેલની આગેવાની હેઠળ શાંતી પ્રાર્થના, કેન્ડલ માર્ચ યોજી આ શહિદોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને આતંકવાદીના આ નાપાક કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું.

ગારિયાધાર

ગારિયાધાર શહેર તાલુકા મંડળ દ્વારા પટેલ વાડી, સરદાર સર્કલ પાસેથી નીકળી લોહાણા મહાજન વાડી હરિૐ હોલસેલ શંભુ શેરી જઈશું ગારિયાધારના તમામ નગરજનો, વેપારીઓ, રત્નકલાકારો અને દેશપ્રેમી તમામને મોટી સંખ્યામાં હાજર રહી મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી અને હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અને ઘાયલ જવાન જલ્દી સારા થઈ જાય એવી માં ભારતીને પ્રાર્થના કરી હતી.

કાલાવડ

ઝાલાવાડમાં ઠેર-ઠેર શહિદોને શ્રધ્ધાંજલી માટે શુક્રવારના રોજ કાર્યક્રમો થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાના બાળકોએ રેલી, સિનિયર સીટીઝનોએ મહાઆરતી અને યુવાનોએ કેન્ડલ માર્ચ યોજીને શ્રધ્ધાંજલી આપી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પાર્થને કહો ચડાવે બાણ હવે યુધ્ધ એજ કલ્યાણનો નારો ગુંજી ઉઠયો હતો. સુરેન્દ્રનગર શહેરના ખીજડીયા હનુમાન મંદિર ખાતે સિનિયર સીટીઝનો એકઠા થયા હતા. ત્યારબાદ જવાનોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સિનિયર સીટીઝન ગ્રુપના કે.એન.રાજદેવ, ઘનશ્યામભાઈ પરમાર,અશોકભાઈ પારેખ,ગોહિલભાઈ,હર્ષદભાઈ છાટબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા શહેરના રહિશો તથા ઠાકોર સેના દ્વારા આજે મોડી સાંજે શહિન થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ માટે કેન્ડલમાર્ચનુ આયોજન કરાયુ હતુ જેમા શહેરના ગ્રીનચોક, રાજકમલચોક તથા શીશુકુંજ ખાતે કેન્ડલમાર્ચનુ આયોજન કરી ધ્રાંગધ્રા શહેરમાથી મોટાભાગના રહિશો આ કાર્યક્રમમા જોડાયા હતા ધ્રાંગધ્રા શહેરના મુશ્લીમ સમાજના લોકોમા પણ દેશપ્રેમ જોવા મળ્યો હતો શહિદો માટે કેન્ડલમાર્ચમા ધ્રાંગધ્રા કાપડ એસોસીયેસનથી માંડીને યુવાનો, મહિલાઓ, સ્કુલમા અભ્યાસ કરતા વિધાર્થીઓ તથા અનેક સામાજીક સંસ્થાઓ જોડાતા વિશાળ કેન્ડલમાર્ચ દ્રશ્યમાન થઇ હતી. કેન્ડલમાર્ચમા મુશ્લીમ સમાજના લોકો પણ જોડાઇને દેશના શહિદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

ધોરાજી

ભારત વિકાસ પરિષદ ધોરાજી, લાયન્સ ક્લબ ધોરાજી, વેપાર ઉદ્યોગ મહામંડળ ધોરાજી,બાર એસોસિએશન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, સરદાર પટેલ સેવા સમાજ ગ્રુપ, માધવ ગૌશાળા, કૃષ્ણ ગૌસેવા સમાજ, આદર્શ એજ્યુકેશન સોસાયટી, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ, યુથ હોસ્ટેલ ધોરાજી, માનવ સેવા મંડળ તથા મોટાભાગની સમાજસેવી સંસ્થાઓના આગેવાનોની તાકીદની બેઠક આજે મળી અને ધોરાજીમાં નાયબ કલેક્ટરની કચેરીએ તારીખ ૧૬/૦૨/૨૦૧૯ ને શનિવારે સાંજે ૬:૦૦ વાગ્યે તમામ સેવાભાવી સંસ્થાના લોકો સ્વયંભૂ રીતે એકત્રિત થવું અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાય, શક્ય હોય ત્યાં સુધી સફેદ કપડાં પહેરે અને આપણી રક્ષા માટે જે જવાનો ફરજ બજાવી રહ્યા છે તે જવાનોને વિના કારણે યુદ્ધ મોરચા પર ન હોવા છતાં ક્રૂર અને ઘાતકી રીતે પુલવામામાં ૪૨ જવાનોને શહીદ કરી દેવામાં આવેલ છે.

દામનગર

દામનગર શહેરમાં સરદાર ચોક ખાતે સિક્સ બટાલિયન આયોજિત સ્કેન્ડલ માર્ચ યોજી કાશ્મીરના પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધાંજલિ અર્પિ શહેરીજનોની વિશાળ હાજરીમાં વિરગત જવાનોને પુરા અદબ સાથે અક્ષુભીની અંજલિ આખો દેશ સ્તબ્ધ ભારે ગનગની પ્રસરાવતો ઇતિહારનો સૌથી મોટો ત્રાસવાદી હુમલો કરી કાયતા પ્રગટ કરતા આતંકીઓના પિશાચી કૃત્યની ભારે નિંદા દામનગરના સરદાર ચોક ખાતે શહેરીજનો એ દેશના વીર જવાનોને શ્રધાંજલિ અર્પિ.

ભાટીયા

ભાટીયામાં આતંકી હુમલાને વખોડવામાં આવ્યો, બે મિનીટનું મૈન, રેલી તેમજ આતંકવાદ વિરોધી નારા, સાથે  આતંકીઓના પોસ્ટર બાળી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.ગઈ કાલે થયેલ આતંકવાદી હુમલાને ભાટીયા ગ્રામજનો ઉગ્રવિરોધ દર્શાવ્યો હતો ભાટીયાના દીનદયાળ ચોક ખાતે બહોળી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયેલને બે મિનીટનું મૈન પાળી સાથે રાષ્ટ્રીય ગીત ગાઈને શહીદો ને શ્રધાંજલિ અર્પણ કરી હતી. ભાટીયાના દીનદયાળ ચોક થી ભાટીયા બસ સ્ટેન્ડ સુધી રેલી યોજીને ભારત માતાકી જય, શહીદ જવાન અમર રહો,પાકિસ્તાન હાય હાય, આતંકવાદ મુર્દાબાદ જેવા નારા લગાવેલ સાથે બસ સ્ટેન્ડ ચોકમાં આતંકવાદીના પોસ્ટર બાળી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.