ફિલ્મ સૌદાગરની રીમેકમાં સલમાન – શાહરૂખ

70

ફિલ્મ રસિયાઓ ને ૧૯૯૨ માં આવેલી ફિલ્મ સૌદાગર યાદ હશે જ. હવે આ ફિલ્મ ની રીમેક બની રહી છે. જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન લીડ રોલ માં જોવા મળશે. અગાઉ ૧૯૯૫ માં સલમાન અને શાહરૂખ ની ફિલ્મ કરણ અર્જુન સુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી.

સૌદાગર ની રીમેક માં દિલીપ કુમાર અને રાજ કુમાર વાળો રોલ સલમાન અને શાહરૂખ કરશે. તેમની સાથે દીપિકા પદુકોણ નું નામ વિચારણા હેઠળ હતું તે હવે આ ફિલ્મમાં નથી. સલમાન ખાને દીપિકા નું પત્તું કપાત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સલમાન ખાન સાથે અગાઉ ફિલ્મ નકારી ને ડીપ્પી ઉર્ફે દીપિકાએ સારું ન હતું કર્યું. આ ઉપરાંત ડીપ્પી અને કૈટરીના કૈફ વચ્ચે પણ ખટરાગ છે. કેટ તે સલ્લુ ના દિલ ની કેટલી કરીબ છે તે દુનિયા આખી જાણે છે. હજુ હમણાં જ સલમાન ખાન તે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ના વેડિંગ માં પણ ગયો ન હતો. જો કે સલમાન ખાન ના ટીવી શો માં દીપિકા પદુકોણ એક થી વધુ સમય સુધી જઈ ચૂકી છે.

બાય ધ વે, હવે આ ફિલ્મમાં દીપિકા પદુકોણ ના સ્થાને અનુષ્કા શર્મા ગોઠવાઈ ગઈ છે. શાહરૂખ ની સાથે અનુષ્કા નો સારો રેપો છે. સલમાન સાથે પણ તેણે ફિલ્મ સુલતાન માં કામ કર્યું હતું.

સલમાન અને શાહરૂખ ની આ ફિલ્મ નું ટાઇટલ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. તેના નિર્માતા સંજય લીલા ભણસાળી છે. અહીં નોંધપાત્ર છે કે સંજય લીલા ભણસાળી તે પ્રિયંકા ચોપરા સાથે પણ એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ચૂકયા છે. આ ફિલ્મ નું શુટિંગ પહેલા શરૂ થશે.

Loading...