Abtak Media Google News

૨૮મીથી ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ વેંચાશે: ભાવ રૂ.૬૫૦થી ૬૦૦૦

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી ૪ નવેમ્બરના રોજ રમાનાર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ઈન્ટરનેશનલ મેચ માટેની ટીકીટનું ઓનલાઈન વેચાણ આગામી ૨૨મી ઓકટોબરથી શરૂ કરી દેવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓ ઓનલાઈન ટીકીટ ખરીદી શકશે. દરમિયાન ૨૮મી ઓકટોબરથી ટીકીટ કાઉન્ટર પરથી ટીકીટનું વેચાણ કરવામાં આવશે. ટીકીટનો ભાવ રૂ.૬૫૦ થી ૬૦૦૦ રહેશે.

આ અંગે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મીડિયા મેનેજર હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, આગામી ૪ નવેમ્બરે રાજકોટ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર ૨૦-૨૦ મેચ માટે ૨૨મી ઓકટોબરથી ઓનલાઈન ટીકીટનું વેચાણ શરૂ કરી દેવાશે. જેમાં ઈસ્ટ સ્ટેન્ડ લેવલ-૧નો ભાવ રૂ.૬૫૦, ઈસ્ટ સ્ટેન્ડ લેવલ-૨નો ભાવ રૂ.૯૦૦, ઈસ્ટ સ્ટેન્ડ લેવલ-૩નો ભાવ રૂ.૮૦૦, વેસ્ટ સ્ટેન્ડ લેવલ-૧નો ભાવ રૂ.૧૨૦૦, વેસ્ટ સ્ટેન્ડ લેવલ-૨નો ભાવ રૂ.૧૫૦૦, વેસ્ટ સ્ટેન્ડ લેવલ-૩નો ભાવ રૂ.૧૫૦૦, વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટ બોકસ લેવલ-૨નો ભાવ રૂ.૫૦૦૦, વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટ બોકસ લેવલ-૩નો ભાવ રૂ.૪૦૦૦, સાઉથ પેવેલીયન લેવલ-૧નો ભાવ રૂ.૪૦૦૦, સાઉથ પેવેલીયન લેવલ-૨નો ભાવ રૂ.૬૦૦૦, સાઉથ પેવેલીયન લેવલ-૩નો ભાવ રૂ.૨૦૦૦ અને સાઉથ પેવેલીયન કોર્પોરેટ બોકસના ૧ ટીકીટના ભાવ રૂ.૬૦૦૦ રહેશે. ટીકીટના ભાવમાં ૨૮ ટકા જીએસટીનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આગામી ૨૮મી ઓકટોબરથી ટીકીટ કાઉન્ટર પરથી મેચ માટેની ટીકીટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૪ નવેમ્બરે રમાનારી મેચનો પ્રારંભ સાંજના ૭ કલાકે થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.