Abtak Media Google News

સળંગ બીજા વર્ષે સંસ્થા દ્વારા આયોજન: મહિલાઓ સાથે પુ‚ષો પણ ભાગ લઈ શકશે

સમાજ સેવાના ક્ષેત્રમાં અલગ અને સવા નોખી ભાત પાડતી રાજકોટના સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સિઝન્સ સ્કવેર કલબ દ્વારા સલાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સળંગ બીજા વર્ષે સલાડ સ્પર્ધા યોજાઈ રહી છે.એમાં અબાલવૃધ્ધ મહિલાઓ અને પુ‚ષો પણ ભાગ લઈ શકશે તેવું અબતકની મુલાકાતે આવલે સદસ્યોએ કહ્યુ હતુ.

ગયા વર્ષે પણ કલબ દ્વારા સલાડ યોજાઈ હતી તેને વ્યાપક આવકાર મળતા ૪થી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ફરી વખત આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા સાંજે ચારથી છ વાગ્યા દરમિયાન સિઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ રાજકોટ ખાતે યોજાવાની છે. સ્પર્ધામાં વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે. આજ સ્થળેથી ફોર્મ પ્રાપ્ત થઈ શકશે ફોર્મ ભરીને ૧ ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવી આપવાના રહેશે. વધુ વિગતો માટે મોબાઈલ નં. ૯૪૨૬૪ ૧૪૨૦૩ ઉપર સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ સત્યેન્દ્રભાઈ તિવારીએ જણાવ્યું છે આ તકે અબતકની મુલાકાતે હર્ષિદા ત્રિવેદી, રૂપાબેન ગોહેલ, કોમલ મહેતા, કૃણાલ જોશી, અભય અંજારીયા અને વિજયભાઈ ચંદારાણા સહિતના આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.