સો ગયી હૈ સારી મંઝીલે… સો ગયા હૈ રસ્તા

175
DCIM100MEDIADJI_0255.JPG

‘સો ગયા યે જહાં, સો ગયા આસમાન’ ગીતની પંક્તિઓ સુમસામ રસ્તાઓ નિહાળી મુખેથી આપો આપ સરી પડે છે. લોકડાઉન દરમિયાન શહેરના માર્ગો પર છવાયેલો સન્નાટો એક નિરવ વાતાવરણ ઉભુ કરી રહ્યો છે. શહેરમાં દિવસ દરમિયાન તો કાગડા ઉડતા હોય તેવા ઉજ્જડ નજારા જોવા મળે છે. પરંતુ રાત્રે તો એકદમ વિરાન વાતાવરણમાં ઝગમગતી રોશનીની અદ્ભૂત તસ્વીર અહીં જોઈ શકાય છે. લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે ત્યારે ફરીથી ઘરની બહાર અગાઉની જેમ ઉત્સાહનો માહોલ જોવા મળે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. લોકો ફરીથી મોડી સાંજ સુધી રાત માણવા ઈચ્છુક છે. રાતની ચાંદનીમાં શેરી-ગલીના ખુણે રોડ-રસ્તાઓ પર બરફના ગોલા કે કુલ્ફીનો સ્વાદ માણતા લોકો ચાલુ ઉનાળામાં જોવા મળ્યા નથી. લોકડાઉન બાદ ફરીથી શેરીઓ-ગલીઓમાં આ નજારા જોવા મળે તેવી અપેક્ષા છે. કોરોનાનો કહેર ટૂંકાગાળામાં ઓસરી જાય અને જનનજીવન ફરીથી ધબકતુ થઈ જાય તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યાં છે.

Loading...