સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે આવેલ નેશનલ હાઈવે પર ખેડૂતોનો શાકભાજી ઠલવી વિરોધ

Gujarat

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નેશનલ હાઈવે 8  ત્રણ રસ્તા તથા પોગલુના પાટીયાં ખાતે ખેડૂતો દ્વારા શાકભાજીના ઢગ રસ્તા ઉપર કરવામાં આવ્યાં હતાં.નેશનલ હાઈવે 8  પર શાકભાજી ટેલર દ્વારા ઠાલવવામાં આવતાં રોડ ઉપર શાકભાજી શાકભાજી જામની સમસ્યા ઉભી થઇ હતી. તો આ અંગે તંત્ર ને પણ જાણ હોવાથી સવારથીજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો છતાં ખેડૂતો દ્વારા પોલીસ ને થાપ આપી ટેલર દ્વારા રોડ ની વચ્ચે શાકભાજી ના ઢગ કરવામાં આવ્યાં હતાં તો તંત્ર તથા પોલીસ દ્વારા રોડ ઉપર ફેંકેલ શાકભાજી દુર કરવાં તથા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો તો પોલીસ દ્વારા  નવ ખેડૂતોની અટકાયત કરવામાં આવીછે.

Loading...