Abtak Media Google News

આ દશેરાના પાવન અવસરે રાજકોટ રાઉન્ડ ટેબલ ૩૩૪ દ્વારા પાટીદડ ગામે શ્રી એસ.ટી. ઢોલ હાઈસ્કૂલ ખાતે બે નવા વર્ગખંડનું ભુમીપુજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટ રાઉન્ડ ટેબલ ૩૩૪ના ચેરમેન  અજય વધ્યા દ્વારા લગભગ દોઢ સો બાળકોને સ્કૂલ બેગ અને ગામના દરેક ઘરમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.  આ પ્રસંગે  વધ્યાનું કહેવું છે કે સંસ્થા વધારેને વધારે સેવાકાર્યો અને સત્કાર્યો કરતી રહે અને બાળકો અને સમાજના વિકાસ ના કામો દ્વારા જાગૃતિ લાવતી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.