Abtak Media Google News

એમબીબીએસ, બીએચએમએસ અને બીએમએસ ડોકટરોની પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં કમી

ગુજરાતમાં સ્વાસ્થ્યની કોઇપણ સમસ્યાથી પીડાતા શહેરીજનો કરતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને હોસ્પિટલાઇજેનશન મોંધુ પડી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રોફાઇલ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં દવાઓ, પેથોલોજી રિપોર્ટસ, એકસ-રે ટેસ્ટ માટે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ લગભગ રૂ. ૩૨,૫૦૩ ચુકવે છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ મોટે ભાગે ખેડુતો હોય છે જેઓ દુષ્કાળ, ગરીબી અને દેવા નીચે ધરબાયેલા હોય છે.

મહત્વની વાત એ છે કે દેશમાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌથી વધુ ખર્ચ થાય છે તે દેશમાં ૧૪ માં ક્રમે છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સરખામણીમાં શહેરી વિસ્તારના દર્દીઓને ર૩ ટકા ઓછો ખર્ચ થાય છે. આ તફાવત સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની આરોગ્ય સંભાળ યોજના કેટલી હદે ખરાબ છે.

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની મહીલાઓની સ્થિતિ ખુબ જ ખરાબ છે દેશના સૌથી મોટા શહેરોની સરખામણીમાં ગ્રામીણ મહીલાઓ તેમના સ્વાસ્થ્ય માટે રૂ. ૩૬,૨૨૫ ચુકવે છે. ગ્રામીણ મહીલાઓ સ્વાસ્થય માટેની સારવારમાં ખુબ જ જટીલતા  અનુભવે છે. ખાસ કરીને સગર્ભા મહીલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ઇન્ફેકશન, સ્વાઇન ફલુ, ડાયાબીટીસ, હ્રદયરોગ, સ્તન કે સર્વિકલ કેમ્સર જેવી બિમારીઓમાં ખુબ જ વધુ ખર્ચ ભોગવવો પડે છે. જયારે શહેરી વિસ્તારની મહીલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો લગભગ ૧૯,૯૯૨ રૂ. ખર્ચ ચુકવવો પડે છે. જે ગ્રામીણ મહીલાઓની સરખામણીમાં અડધા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સંભાળ વ્યવસ્થાને મજબુત બનાવવામાં સરકારની ઉદાસીનતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ હાઇકોર્ટમાં એક અરજ કરવામાં આવી હતી કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ડોકટરોની સંખ્યા ખુબ જ ઓછી છે. ૨૦૧૦માં કુલ ૩૭૩૦ સરકારી જનરલ ફીઝીશીયનમાંથી ૧૮૬૮ લોકો જ નોકરીમાં જોડાયા હતા. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ૯૪૨ જગ્યાઓમાંથી ૫૯૪ જગ્યાએ સ્પેશ્યલ ડોકટરોની હતી અને ૪૩૭૧ જગ્યાઓ માંથી ૧૨૦૩ જગ્યાઓ જનરલ ફિઝીશીયનની ખાલી છે. સરકારના જણાવ્યા પ્રમાણે એમબીબીએસ, બીએચએમએસ, બીએમએસ ડોકટરો પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ નથી. તો બીજી તરફ આદિવાસી વિસ્તારો અને પછાત વિસ્તારોમાં માત્ર બે હેલ્થ કર્મચારીઓથી ચાલે છે જે દર્દીઓના નિદાન અને સારવાર માટે યોગ્ય નથી જેને કારણે ગ્રામીણ લોકોને શહેરની હોસ્પિટલો સુધી દોટ મુકવી પડે છે. અને શહેરી લોકો કરતાં વધુ ખર્ચ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.