Abtak Media Google News

પૂરગ્રસ્તોની પડખે રાજ્ય સરકાર અને ગુજરાતની ૬ કરોડ જનતા છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આર્થિક પેકેજ જાહેર કરી દીધું છે. બનાસકાંઠા જીલ્લાના પુરથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે.

આ સહાયનો આંકડો રૂપિયા ૬૩૦ કરોડ છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદના લીધે ૫-૧૫ હજાર નહીં બલ્કે ૨,૬૫,૦૦૦ ખેડુનો અસરગ્રસ્ત થયા છે. તેમના ખેતરમાં પાક ધોવાઇ ગયો છે.

એક જાહેર સમારોહમાં બોલતા ‚પાણીએ જણાવ્યું હતું કે જીલ્લાના અઢી લાખથી વધુ ખેડૂતોના પાકને ભારે વરસાદથી પ્રતિકુળ અસર થઇ છે. તેમને રાહત આપવા રાજય સરકારે ‚પિયા ૬૩૦ કરોડના આર્થિક પેકેજ ફાળવવાની જાહેરાત કરી છે.

બનાસકાંઠા જીલ્લામાં વરસાદથી જાહેર સંપત્તિ જેમ કે સ્કૂલ, રોડ, મેડિકલ સેન્ટર, ઇલેકટ્રીસીટીને અસર થઇ છે તેને બહાલ કરવાનું કામ શ‚ કરી દેવામાં આવ્યું છે. ઇલેકટ્રીસીટીને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ તકે મુખ્યમંત્રીએ પૂરથી અસરગ્રસ્ત આશરે ૧૧ લાખ લોકોને સરકારે કેશ ડોલ્સ અને અન્ય જ‚રી પ્રાથમીક જ‚રીયાત પૂરી પાડી તેના ચિતાર પણ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પૂરગ્રસ્ત લોકો પોતાને એકલા કે નિ:સહાય ન સમજે કેમ કે, રાજય સરકાર સહિત ગુજરાતની ૬ કરોડ જનતા તેમની પડખે છે.

આ સિવાય રાજય સરકારે બનાસકાંઠા જીલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને ૩ માસના ઇલકેટ્રીસીટી બીલ માંડવાળ (માફ) કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.