Abtak Media Google News

વેસ્ટઝોનમાં સૌથી વધુ વરસાદ: ઈસ્ટ ઝોનમાં સૌથી ઓછો ૨૩ ઈંચ: બે દિવસમાં પાણી ભરાયાની ૧૭૨ ફરિયાદ

સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં અત્યાર સુધીમાં ૩૪ ઈંચ વરસાદ વરસી ગયો છે. જુલાઈ માસમાં આ રેકોર્ડ બ્રેક વરસાદ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ન્યુ રાજકોટમાં સૌથી વધુ ૩૪ ઈંચ વરસાદ પડયો છે તો ઉપલાકાંઠા વિસ્તારમાં સૌથી ઓછો ૨૩ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ લખાય છે ત્યારે પણ મેઘરાજા ઝરમર સ્વ‚પે હેત વરસાવી રહ્યાં છે.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં આજે સવારથી બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૩ મીમી, વેસ્ટ ઝોનમાં ૪ મીમી અને ઈસ્ટઝોનમાં ૨ મીમી વરસાદ વરસ્યો છે. કલેકટર કચેરી સ્થિત કંટ્રોલ‚મના સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટમાં આજે બપોર સુધીમાં ૧ મીમી વરસાદ પડયો છે. સેન્ટ્રલ ઝોનમાં સીઝનનો કુલ ૭૭૧ મીમી એટલે કે ૩૧ ઈંચ વરસાદ, વેસ્ટ ઝોનમાં સીઝનનો ૮૪૪ એટલે કે ૩૪ ઈંચ વરસાદ અને ઈસ્ટ ઝોનમાં સીઝનનો ૫૭૭ એટલે કે ૨૭ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.જયારે કલેકટર કચેરીના કંટ્રોલ‚મના રેકોર્ડ પર રાજકોટમાં આજ સુધી મૌસમનો કુલ ૭૬૭ મીમી એટલે કે ૩૦.૫૦ ઈંચ વરસાદ પડયો છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૯ મીમી, ગોંડલમાં ૫ મીમી, જામકંડોરણામાં ૯ મીમી, લોધીકામાં ૫ મીમી, ઉપલેટામાં ૧૩ મીમી વરસાદ વરસી ગયો છે. રાજકોટ શહેરમાં સીઝનનો ૧૧૦ ટકાથી પણ વધુ વરસાદ પડયો હોવા છતાં શહેરની જળ જ‚રીયાત સંતોષતા જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી.

રેલનગર અન્ડરબ્રિજ ત્રણ દિવસથી બંધ: લોકો ત્રાહિમામ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો ‚પિયાના ખર્ચે શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલો અને સવા મહિના પહેલા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલો રેલનગર અંડરબ્રિજ ભારે વરસાદના કારણે સ્વિમીંગ પુલમાં ફેરવાઈ ગયો છે. બ્રિજ આજે સતત ત્રીજા દિવસે બંધ રહેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. રેલનગર બ્રિજનું નિર્માણ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અહીં વરસાદી પાણીના નિકાલ માટે મશીનરી મુકવામાં ન આવી હોવાના કારણે ભારે વરસાદથી આ બ્રિજ સ્વીમીંગ પુલમાં ફેરવાઈ ગયો છે અને રસ્તો બંધ થઈ ગયો છે. પાણી કાઢવા માટે જે હંગામી મશીનરી મુકવામાં આવી છે તે બે અસર પુરવાર થઈ રહી છે. જેના કારણે ત્રણ દિવસથી બ્રિજ સદંતર બંધ છે. રેલનગર બ્રિજમાં પાણી નિકાલ માટે મશીનરી અને પાઈપ લાઈન મુકવા તાજેતરમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ૨૮ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામ ટૂંક સમયમાં શ‚ કરવામાં આવશે પરંતુ ત્યાં સુધી લોકોએ નાછૂટકે હાલાકી ભોગવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.