Abtak Media Google News

દરિયાકાંઠાની સુરક્ષા વધારવા પગલા લેતુ મેરીટાઈમ બોર્ડ

તાજેતરમાં વિદેશી જહાજમાં છુપાવીને લઈ અવાતું ૧૫૦૦ કિલો હેરોઈન ઝડપાતાઅને આતંકવાદી તત્ત્વો આરડીએકસ ઘુસાડે તેવી આશંકા બાદ નવા નિયમો લવાશે

ભાવનગર પાસે આવેલા અલંગના શીપ બ્રેકિંગ યાર્ડમાં આવતા વિદેશી જહાજોનો ઉપયોગ દાણચોરી સહિતની વિવિધ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ માટે થતો હોવાની ફરિયાદ મેરી ટાઈમ બોર્ડે આ યાર્ડમાં આવતા વિદેશી જહાજોને મંજૂરી આપવા માટેના સ્ટાર્ન્ડડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી)માં સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાતના વિશાળ દરિયાકાંઠાનો દૂરઉપયોગ અટકાવવા કરેલી તાકીદ બાદ દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે બોર્ડે આ નિર્ણય લીધો છે.

ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ ગત ૩૦ જુલાઈએ અલંગ તરફ જઈ રહેલા એક વિદેશી જહાજને અટકાવીને જેમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન જહાજની ડીઝલ ટાંકી અને પાઈપોમાંથી છુપાયેલું ૧,૫૦૦ કિલો હેરોઈન પકડાયું હતું. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએ દ્વારા પણ તાજેતરમાં મુંબઈના બે શખ્સો ફૈઝલ હુસેન મિર્ઝા અને અલ્લારખા મન્સુરીને પકડયા હતાં. આ બન્ને શખ્સોએ અલંગમાં શીપ બ્રેકિંગ માટે આવતા વિદેશી જહાજોમાં આરડીએકસ ઘુસાડવાનું ષડયંત્ર બનાવ્યું હતું.

આ અંગે એનઆઈએ એવો દાવો કર્યો હતો કે, આઆરડીએકસ દેશમાં ઘુસાડીને તેના દ્વારા પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ ગુજરાત,મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં બોમ્બ વિસ્ફોટ કરાવવાની યોજના બનાવી હતી.જે બાદ વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા દરિયાઈ કાંઠાની સુરક્ષા વધારવા તાકીદ કરવામાં આવી હતી.

આ તાકીદ બાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડ હરકતમાં આવ્યું હતું. બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ મુકેશ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, હાલના નિયમો મુજબ ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ અને કસ્ટમનું કલીયરન્સ બાદ વિદેશી જહાજોને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. પ્રદુષણ અને કસ્ટમ વિભાગના કલીયરન્સ મળ્યા બાદ ‘મેરીટાઈમ બોર્ડની ભૂમિકા આવે છે અને યાર્ડના માત્ર પાંચ નોટીસલ માઈલ દરિયા વિસ્તારમાં જ અમારે કામગીરી કરવાની હોય છે.

અમોને વિદેશી જહાજો એસઓપી આપવાના નિર્ણયોમાં સુધારા કરવા ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપવામાં આવી છે તેમ જણાવીને શર્માએ ઉમેર્યું હતું કે, અમેટૂંક સમયમાં અલગ શીપ બ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજ માલિકોએ અગાઉની આપેલી માહિતીના આધારેઓછામાં ઓછા દિવસોમાં મંજૂરી મળે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, હવે વિદેશી જહાજોને પોલીસ કલીયરન્સ લેવું ફરજીયાત બનાવવામાં આવશે.

જુલાઈ ૨૦૧૭માં પકડાયેલા હેરોઈનની તપાસમાં દેશની અન્ય સુરક્ષાદેવો અને ગુપ્તચર એજન્સીઓ સાથેની તપાસમાં ગુજરાત પોલીસ તંત્રએ પણ ઝુકાવ્યું હતું. તાજેતરમાંએનઆઈએ દ્વારા નોંધાયેલા કેસની તપાસ દરમ્યાન આરોપીઓએ એજન્સી સમક્ષ કબુલાત આપી હતી કે,તેઓ વિદેશી જહાજમાં આરડીએકસ છુપાવીને લાવવાની પેરવી કરી ર્હયાં હતા.જેની હવે અલંગમાં આવતા દરેક વિદેશી જહાજો પોલીસ તંત્ર દ્વારા પણ તપાસથાય તે દેશની સુરક્ષા માટે જરૂરી બન્યું છે. જેમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.