Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતે આવીને સંસ્થાના આયોજકો અને દિવ્યાનંદજીએ આપી માહિતી

ભારતીય સંસ્કૃતિમાં ‚દ્રપુજાએ પાંચ હજાર વર્ષ કરતા પણ પહેલાથી કરવામાં આવતી શિવ-આરાધના છે. પવિત્ર શ્રાવણમાસ નિમિતે આર્ટ ઓફ લિવીંગ રાજકોટ પરિવાર દ્વારા બેંગ્લોરથી પધારેલા સ્વામી દિવ્યાનંદજી તેમજ ડો.રાજેશ ત્રિવેદીની સાથે આવેલા પંડિતો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ‚દ્રપુજાનું આયોજન કરવામાં આવેલ છે. જેના વિશે ‘અબતક’ની મુલાકાતે આવેલા સ્વામી દિવ્યાનંદજી તેમજ તુષારભાઈ વાંકાણીએ વિગતવાર માહિતી આપી હતી.

જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, મોરબી, ગાંધીધામ, અંજાર, ધ્રાંગધ્રા, પાલિતાણા, લોધીકા, ગોંડલ, જેતપુર, વાંકાનેર, ખરેડી, અમરનગર, જામખંભાળિયા, અમરેલી, કેશોદ આ બધા જ શહેરમાં સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન પુજા યોજવામાં આવશે. ‚દ્રપુજામાં પ્રાચીન મંત્રોના ઉચ્ચારણ દ્વારા અલૌકિક, ભકિતપૂર્ણ અને ઉર્જામય વાતાવરણની અનુભુતી થાય છે. ‚દ્રપુજામાં બેસી મંત્રોસ્નાન કરવાથી ૩૪૬ પ્રકારની ઈચ્છાઓ જે મનુષ્ય જીવનમાં સહજપણે ઉદભવે છે તેની પૂર્તી મહાદેવ કરે છે.

શ્રાવણ માસને પ્રકૃતિનું વરદાન છે. આ સમય બીજ માંથી વૃક્ષ બનવાનો સમય છે. શ્રીશ્રી રવિશંકરજીની પ્રેરણાથી ‚દ્રપુજામાં ભગવાન ‚દ્રની સાથે જગતનું સંચાલન કરતી ચાર મહાશકિતઓ ગણપતિ, સુર્યદેવ, વિષ્ણુ અને દેવીનું વિધિવત આહવાન કરીને શાસ્ત્રોકતવિધ વિધાન તથા મંત્રોચ્ચાર સહ પુજા અર્પણ કરવામાં આવે છે. વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચારના શ્રવણ માત્રથી ઉંડા ધ્યાનનો અનુભવ થાય છે. તેમજ શિવલીંગ ઉપર જળઅભિષેક કરવાથી શરીર, મન, વિચાર અને ભાવનાઓની મુળમાંથી શુઘ્ધિ થાય છે. આ પુજાનો નજીકમાં જગ્યાએ લાભ લેવા તેમજ વધુ માહિતી માટે મો.૯૮૨૫૨ ૧૫૨૩૪નો સંપર્ક કરવા માટે તુષારભાઈ, લક્ષ્મણભાઈ, શૈલેષભાઈનો સંપર્ક કરવા આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.