‘ર્માં’ ની ચુંદડીમાં ચમકે રૂડા તારલા

માતાજીની ચુંદડી-હાર, ધૂપ-દીપ, ગરબા સહિતની ચીજવસ્તુઓની ખરીદી

નવરાત્રી ગુજરાતના ધાર્મિક મુલ્ય, સમુદ્ર ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવે છે. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે. શ્રાદ્ધ પક્ષની શરૂઆતની સાથે જ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. રાજકોટ શહેરમાં પણ એક મહિનો અગાઉ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે સરકાર દ્વારા જાહેરમાં ગરબાના આયોજનો રદ કરવામાં આવ્યા છે. પ્રાચીન ગરબીઓમાં પણ માત્ર આરતીની જ છુટ અપાઈ છે.

આ વર્ષે ર્માંઈ ભકતો ઘેર બેઠા જ આદ્યશકિતની આરાધના કરશે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં નવરાત્રીની ખરીદદારી શરૂ થઈ ગઈ છે. બજારોમાં ઘટસ્થાપન વિધિની સામગ્રીઓ, ગરબા, ધૂપ-દીપ, માતાજીની ચુંદડી, હાર સહિતની ચીજવસ્તુઓની ખરીદદારી શરૂ થઈ ચુકી છે.

Loading...