Abtak Media Google News

ગોંડલ ચોકડીએ શરૂ થનારા ઓવરબ્રિજના કામને નજર સમક્ષ રાખી નવો વિકલ્પ ઉભો કરાયો: ઉદિત અગ્રવાલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં ઝડપભેર થઇ રહેલા વિકાસ કાર્યોની સાથોસાથ જ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા પણ રાજકોટની આસપાસના ગામોના આનુસાંગિક વિકાસની પ્રક્રિયા ઝડપી બને તેવા સતત પ્રયાસો ચેરમેન ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને સી.ઈ.ઓ. ચેતન ગણાત્રાના સુપરવિઝન હેઠળ થઇ રહયા છે. જેમાં આગામી દિવસોમાં રાજકોટની ગોંડલ ચોકડીએ શરૂ થનારા ઓવરબ્રિજના કામને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે થી વાવડી-કાંગશીયાળી ગામને જોડતાં ૨૪.૦ મીટરના ડી.પી. રસ્તાનો નવો વિકલ્પ ઉભો કરી નાગરિકોને વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ વૈકલ્પિક રસ્તાનો નગરજનોએ ઉપયોગ શરૂ કરી દીધો છે.

ચેરમેન ઉદિત અગ્રવાલે આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, ગોંડલ ચોકડીએ ઓવરબ્રિજનું કામ શરૂ થવાની સાથે જ નેશનલ હાઈ-વે પરથી રાજકોટ આવતા ટ્રાફિકને ડાઈવર્ઝન આપવું જરૂરી બનશે જેના માટે આ નવા રસ્તાનો વિકલ્પ ખુલ્લો થયો છે.

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે થી વાવડી-કાંગશીયાળી ગામને જોડતાં ૨૪.૦ મીટરના ડી.પી. રસ્તાનો સમાંતરે ૬૬ કે.વી. પુનીત નગર થી ૧૩૨ કે.વી. વિક્રમ સબ સ્ટેશનને જોડતી ૬૬ કે.વી. વિક્રમ-પુનીત વિજલાઈન પસાર થાય છે. જેના લીધે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેને જોડતા જંકશન પાસે ટ્રાફીકના આવાગમનમાં વિક્ષેપ તથા અકસ્માતની સંભાવનાઓને ધ્યાને રાખીને નેશનલ હાઈવે થી હાથ ધરેલ વાવડી-કાંગશીયાળી રોડને જોડતા અન્ય ૨૪.૦ મી.ડી.પી. રસ્તાની પણ કામગીરી સમાંતરે હાથ ધરાયું છે. ઉકત બન્ને રસ્તાઓના વિકાસથી રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવેપર રાજકોટ શહેર થી ગોંડલ તરફ નેશનલ હાઈવેના માધ્યમથી આવાગમન થતા વાહન વ્યવહારને એક સરળ અને ટુંકો એપ્રોચ તથા ગોંડલ ચોકડી પર થતા ટ્રાફીકના ભારણની સમસ્યાને હલ કરવા માટે નવો રૂટ મળેલ છે. જેના પર ભવિષ્યમાં ગોંડલ ચોકડી પરના વિકસનારા ઓવર બ્રીજના બાંધકામ દરમ્યાન પસાર થનાર ટ્રાફીકને ડાઈવર્ટ કરી શકાશે. આ રોડ હાલમાં ટ્રાફીકથી ધમધમતો જોવા મળી રહેલ છે. આ સમગ્ર રસ્તાનું કામ આશરે અઢી કરોડના ખર્ચે પૂર્ણ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.