Abtak Media Google News

દિવાળી પર્વની સૌ કોઈ પરંપરાગત ઉજવણી કરી રહ્યા છે. લોકો આનંદ ઉમંગનાં પર્વને મનાવવા થનગની રહ્યા છે. આધુનિક યુગમાં ભલે ઈલેકટ્રીક દિવડા અને બનાવટી ફુલોનાં તોરણ આવ્યા હોય તેમ છતાં માટીના દિવડા અને આસોપાલવના તોરણ વગર જાણે દિવાળી અધુરી જ લાગે ! કાલે દિવાળીનો મહાપર્વ ઉજવાશે તેમાં સૌપ્રથમ સવારે દરેક ઘરનાં દરવાજે આસોપાલવના તોરણ બંધાશે. તસવીરમાં આસોપાલવના તોરણ બનાવવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આજે આખો દિવસ ફેરીયાઓ આસોપાલવના તોરણ બનાવી કાલે સવારમાં જ તોરણ વેચી નાખી રોજીરોટી મેળવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.