Abtak Media Google News

ઉતર ગુજરાત અને રાજસ્થાનમાં અતિવૃષ્ટિ તેમજ નદીમાં પુર આવવાના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તાર ઉપર કુદરતી આફત આવી પડી છે. જેમાં જાનમાલ તથા પશુધનને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ કુદરતી આફતની ઘડીમાં બનાકાંઠા તથા પાટણ જિલ્લાને સહાય કરવાના હેતુથી અર્બન બેન્કો દ્વારા‚રૂ.૮૪.૩૫ લાખ તેમજ રાજય સહકારી બેન્ક તેમજ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેન્કો મળીને રૂ.૧૧૨.૦૦ લાખ આમ કુલ ૧૯૬.૩૫ લાખથી વધુ રકમ મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપવામાં આવી છે.

જે પૈકી રૂ.૭૨.૩૮ લાખની રકમનો ચેક ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના ચેરમેન જયોતીન્દ્ર મહેતા, વાઈસ ચેરમેન ડોલરરાય કોટેચા તથા બોર્ડના ડિરેકટર તથા અગ્રગણ્ય બેન્કોના ચેરમેનોની હાજરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને ગાંધીનગર ખાતે સુપ્રત કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.