Abtak Media Google News

વડાપ્રધાને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પ.બંગાળ, ઓરિસ્સાનું કર્યું હવાઈ નિરીક્ષણ

પ.બંગાળમાં આવેલા વાવાઝોડા અમ્ફાનના કારણે થયેલી તારાજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિહાળ્યા બાદ પ.બંગાળને ‚રૂ.૧ હજાર કરોડની પ્રાથમિક સહાય જાહેર કરી છે. બંને રાજયોમાં નુકશાનીના સર્વે માટે એક કેન્દ્રીય ટીમ મોકલવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાવાઝોડા અસરગ્રસ્ત પ.બંગાળ અને ઓરિસ્સાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતુ. વડાપ્રધાને હાલ પ્રાથમિક તબકકે ‚રૂ.૧ હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે.

વડાપ્રધાને વાવાઝોડાથી મૃત્યુ પામનારાના પરિવારજનોને ‚રૂ.૨લાખની સહાયની અને ઘાયલ લોકોને‚ રૂ.૫૦હજારની સહાયની પણ જાહેરાત કરી હતી.

શુક્રવારે સવાર સુધીમાં પ.બંગાળમાં અમ્ફાન વાવાઝોડાના કારણે ૮૦ લોકોના મોત થયા હતા અને રાજયને અંદાજે ૧ લાખ કરોડનું નુકશાન થવાનો અંદાજ છે.

હવાઈ સર્વે બાદ વડાપ્રધાને જણાવ્યું હતુ કે એક તરફ આખો દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે.ત્યારે બીજી બાજુ પૂર્વના રાજયોમાં અમ્ફાન વાવાઝોડાનું સંકટ ત્રાટકયું હતુ. કેન્દ્ર અને રાજય સરકાર બંનેએ જાનમાલના રક્ષણ માટે અગાઉથી જ તૈયારી કરી હતી આમ છતાં ૮૦ લોકોના જીવ આપણે બચાવી શકયા નથી. આ વાવાઝોડાથી માલમિલ્કતને ખૂબજ નુકશાન થયું છે. જેમાં કેટલાય ઘર ઉજજડ થયા છે. અને માળખાકીય સુવિધાઓને પણ મોટુ નુકશાન થયું છે.

અમ્ફાન વાવાઝોડાએ ઓરિસ્સાને પણ નુકશાન કર્યંુ છે. જો કે બંગાળની સરખામણીએ ત્યાં નુકશાન બહુ ઓછુ થયું છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી ઓરિસ્સામાં થયેલા નુકશાનનો પણ હવાઈ સર્વેથી અંદાજ મેળવશે.

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૂ‚વારે સાંજે પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદી પ. બંગાળની મુલાકાત લઈ સ્થિતિ નિહાળે તેવી અપીલ કરી હતી જેના કલાકો બાદ જ વડાપ્રધાને આ વાત સ્વીકારી પ.બંગાળની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો.

અમ્ફાન વાવાઝોડાથી કોલકતાના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કોલકતા એરપોર્ટમાં પણ ચારે તરફ પાણી ભરાઈ ગયું હતુ ૬ કલાક ચાલેલુ આ વાવાઝોડાના તોફાની પવને કોલકતા એરપોર્ટને પણ ખૂબ જ નુકશાન કર્યું હતું રનવે અને હેંગર પણ પાણીમાં ડુબી ગયા હતા. એરપોર્ટના એક ભાગમાં તો કેટલાય માળખાકીય સવલતો પણ પાણીમાં ડુબી ગઈ હતી અમ્ફાનની સૌથી વધુ અસર પ. બંગાળના ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગાણા અને મિદનાપુર તથા કલકતામાં થયું હતુ.

૮૩ દિવસમાં મોદી પહેલી વખત દિલ્હી બહાર ગયા

675

કોરોના વાયરસના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮૩ દિવસમાં પહેલી વખત દિલ્હીની બહાર નીકળ્યા હતા. દેશમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ૨૫ માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વડાપ્રધાન તેમના કોઈ કાર્યક્રમ માટે દિલ્હીથી બહાર નીકળ્યા નથી ૮૩ દિવસ બાદ વડાપ્રધાનની આ દિલ્હી બહારની પહેલી મુલાકાત છે.

અપુરતી સહાયથી મમતા નારાજ

વાવાઝોડાથી થયેલા ૧ લાખ કરોડના નુકશાન સામે કેન્દ્ર સરકારે ૧ હજાર કરોડની સહાય જાહેર કરતા પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ થયા છે અને જણાવ્યું છે કે, આટલી સહાય અપુરતી છે. અમે આમેય ૫૬ હજાર કરોડ ‚રૂપિયા કેન્દ્ર સરકાર પાસે માંગીએ છીએ તે પણ હજુ આપ્યા નથી. વાવાઝોડાથી ૧લાખ કરોડનું નુકશાન થયું છે તેની સામે ૧ હજાર કરોડની સહાય મશ્કરી સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.