Abtak Media Google News

વિદેશી દારૂની બોટલ, બીયરના ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત: બુટલેગરની પોલીસને હાથતાળી !!

પીલુડા તરફથી આવતી બોલેરો શંકાશ્પદ હાલતમાં આવી રહેલ છે તે આધારે બાતમી વાળી બોલેરો આવતા પોલીસ નાકાબંધી જોઇ ગાડીના ચાલકે થોડે દુરથી ગાડી પાછી વાળીને નારોલી બાજુના રોડ તરફ પુરઝડપે હંકારી હતી અને પશુઓ આડે આવતા બોલેરો ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી બાવળોની જાડીમાં ઇલેક્ટ્રીક વીજ થાંભલા સાથે અથડાવી ચાલક ગાડી મુકીનાશી ગયો હતો અને ગાડી પંચોની રૂબરૂમાં તપાસ કરતા બોલેરો ગાડી નંબર.જી.જે.૧૨ ડી.એસ.૪૬૫૩માં ઈંગ્લીશ દારૂની બોટલો તથા બીયટ ટીન કુલ નંગ.૧૫૦૭ જેની કિંમત રૂ.૧,૫૦,૭૦૦નો મુદ્દામાલ મળ્યો હતો અને પકડાયેલ બોલેરો ગાડીના રજીસ્ટ્રેશન નંબરની ઇજગુજકોપમાં ચેક કરતા પકડાયેલ વાહનના એન્જીન નંબર ચેચીસ નંબર સાથે મેચ થતા ના હોઇ અને તે ગાડીમાંથી એક બીજી છુટી નંબર પ્લેટમળી આવેલ નંબર આર.જે.૦૪.ટી.એ. ૫૦૯૫ આ વાહન નંબરના માલીકની તપાસ કરતા તે શંકરલાલ રામારામ રહે.ચમ્પા બેરી બામરલા તાલુકો, ચોટન જિલ્લો, બારમેરના નામે હોવાની ખરાઈ થઈ હતી.

અને આ ઝડપાયેલા ગાડી ચાલકે ઈંગ્લીશ શરાબ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા તેની બોલેરો ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાડીને બેદરકારી ભરી ડ્રાયવિંગ કરીને ઇલેક્ટ્રીક વીજ થાંભલાને નુકશના પહોંચાડીને નાશી ગયો હતો તે બોલેરોના ચાલક વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ તળે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને પકડીલેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.