Abtak Media Google News

બાઉન્ડ્રી ટપાડવામાં વિશ્ર્વમાં રોહિતનો ‘જોટો’ નથી

વન-ડે નહીં, ટી-૨૦ નહીં પણ ટેસ્ટ ક્રિકેટ રમવા વોર્નર સક્ષમ: સહેવાગ

વેસ્ટ ઈન્ડિઝનાં ધુરંધર ખેલાડી એવા બ્રાઈન લારાએ ઈંગ્લેન્ડ સામે ૨૦૦૪માં જે ૪૦૦ રનનાં વિશાળ સ્કોર ઉભો કર્યો હતો તેને તોડવા માટે વિશ્ર્વમાં એકમાત્ર રોહિત શર્મા જ સક્ષમ ખેલાડી છે તેવું ઓસ્ટ્રેલિયાનાં ખેલાડી ડેવિડ વોર્નરે જણાવ્યું હતું. વોર્નરનાં જણાવ્યા અનુસાર બાઉન્ડ્રી સુધી દડો ટપાળવામાં એકમાત્ર વિશ્ર્વનો બેટસમેન રોહિત શર્મા છે કે જે બાઉન્ડ્રી ટપાળી લારાનાં ૪૦૦ રનનાં વિશાળ રેકોર્ડને તોડી શકે છે.

તેના તેના વિશે જણાવતા કહ્યું હતું કે, તેને બાઉન્ડ્રી ટપાળવામાં અત્યંત તકલીફનો સામનો કરવો પડે છે જેથી તે મેચમાં સિંગલ, ડબલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ તકે તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ખેલાડી વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું હતું કે, વોર્નર ટી-૨૦ કે વન-ડેનો ખેલાડી નહીં પરંતુ ટેસ્ટનો ખેલાડી છે. એક સમયે તેની વાત યોગ્ય લાગી ન હતી પરંતુ જે રીતે વોર્નરે ચાલુ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત તેવડી ફટકારી ત્યારે તે સમયે લાગ્યું કે તે ટેસ્ટ ખેલાડી છે. ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરનું માનવું છે કે, ભારતના રોહિત શર્મામાં ટેસ્ટ મેચોમાં અણનમ ૪૦૦ રનના વેસ્ટ ઈન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની ક્ષમતા છે. વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટમાં અણનમ ૩૩૫ રનની ઈનિંગ રમતા પોતાની પ્રથમ ત્રેવડી સદી ફટકારી. જ્યારે તે લારાના રેકોર્ડથી માત્ર ૬૫ રન દૂર હતો ત્યારે કેપ્ટન ટિમ પેઈને ઑસ્ટ્રેલિયાની ઈનિંગ ૫૮૯ રનના સ્કોરે ડિકલેર કરી દીધી હતી. વોર્નર તો આ રેકોર્ડને ન તોડી શક્યો પણ તેનું માનવું છે કે, લારાના ૪૦૦ રનના વ્યક્તિગત સ્કોરને પાર કરી શકવો શક્ય છે અને તેણે કહ્યું કે, રોહિત શર્મા નજીકના ભવિષ્યમાં આ સિદ્ધિ મેળવી શકે છે. લારાએ ૨૦૦૪માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ ૪૦૦ રન બનાવ્યા હતા જે આજે પણ રેકોર્ડ છે.

7537D2F3

૩૩ વર્ષીય વોર્નરે ફોક્સ સ્ટારને જણાવ્યું કે, મને લાગે છે કે, આ વ્યક્તિગત ખેલાડી પર નિર્ભર કરે છે. અમારે ત્યાં બાઉન્ડ્રી ખૂબ લાંબી છે, ક્યારેક-ક્યારેક બાબતો ઘણી મુશ્કેલ થઈ જાય છે. જ્યારે થાક હાવી થઈ જાય છે તો આકરા પ્રયાસો કરવા અને મોટા શોટ્સ રમવા મુશ્કેલ થઈ જાય છે. તેણે કહ્યું કે, અંતમાં મેં સ્પીડ વધારવા માટે બે રન લેવાના પ્રયત્નો કર્યા કારણ કે, હું વિચારી નહોતો શકતો કે, હું બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી શકું છું.  ઑસ્ટ્રેલિયાના આ ધુરંધર ઓપનરે કહ્યું કે, મને લાગે છે કે, જો કોઈ ખેલાડીનું નામ લેવાનું છે તો એક દિવસ રોહિત શર્મા આવું કરી શકે છે, નિશ્ચિતપણે. વન-ડેના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો પૈકીનો એક રોહિત શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાં વધુ સફળતા નહોતો મેળવી શક્યો પણ સાઉથ આફ્રિકા વિરુદ્ધની ત્રણ ટેસ્ટની સીરિઝમાં તેણે ઓપનર તરીકે કમબેક કર્યું અને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ઓપનર તરીકેની પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે બંને ઈનિંગ્સમાં સેન્ચુરી ફટકારી અને બાદમાં તેને મેન ઑફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.