Abtak Media Google News

પાંડે અટકધારી શખ્સ ફાર્મહાઉસ પર ઉઠાવી ગયો ત્યારે પી.આઇ. ડાભી અને હેકર નિઝારે રોહિતને મદદ કરી હતી

પાંડેએ રોહિતનું બિટકોઇન વોલેટ અને પાસવર્ડ પણ લઇ લીધા હતા પણ ઓપરેટ કરી શક્યો નહોતો

સરથાણાના બિલ્ડર પાસે એનસીઆર કોઇનમાં રૃ. ૧૪ કરોડનું રોકાણ કરાવી રૃપિયા પરત ન કરનાર એનસીઆર કોઇનના એમ.ડી. રોહિત કપોપરાનું દોઢ માસ અગાઉ પાંડે અટકધારી વ્યક્તિએ ક્રિપ્ટોકરન્સીની લેતી-દેતીમાં અપહરણ કર્યું હતું અને કામરેજના એક ફાર્મહાઉસમાં ગોંધી રાખી તેના બીટકોન વોલેટ અને પાસવર્ડની વિગતો મેળવી  લીધી હતી. જો કે, સિક્યુરીટી સેટીંગને લીધે પાંડે વોલેટ ખોલી ન શકતા સમાધાન માટે તૈયાર થયો હતો અને તે સમયે કામરેજ પી.આઇ. ડાભી તેમજ હેકર નિઝારની મદદ લેવામાં આવી હતી.

સરથાણાના બિલ્ડર ચેતન ગાંગાણી પાસે એનસીઆર કોઇનમાં રૃ. ૧૪ કરોડનું રોકાણ કરાવી રૃપિયા પરત ન કરનાર એનસીઆર કોઇનના એમ.ડી. અને પ્રમોટર રોહિત બાબુભાઇ કપોપરા (ઉ.વ. ૩૩, રહે. બી-૭૦૨, એપલ એવન્યુ, યોગીચોક, પૂણા- સીમાડા રોડ, સુરત. મૂળ રહે. હીપાવડલી, તા. જેસર, જી. ભાવનગર) તેમજ અન્ય બે પ્રમોટર અલ્તાફ અમીરઅલી વઢવાણીયા (ઉ.વ. ૩૩, રહે. ૫૦૨, નિલમ પેલેસ, કરીમાબાદ સોસાયટીની સામે, ઘોડદોડ,  સુરત) અને ઉમેશ પ્રાગજીભાઇ સાવલીયા (પટેલ) (ઉ.વ. ૩૦, રહે. એ-૫, ઇન્દિરાનગર, હીરાબાગ, વરાછા રોડ, સુરત. મૂળ રહે. મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલી)ની ક્રાઇમ બ્રાંચે ગતરોજ અટકાયત બાદ ધરપકડ કરી હતી.

હજારો લોકો પાસે  રોહિતે એનસીઆર કોઇનમાં રોકાણ તો કરાવ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કોઇન વેચવા તેણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાવી ન હોવાથી લોકોના નાણાં ફસાયા હતા. આથી રોકાણકારો તેની પાસે પૈસા પરત માંગી ધાકધમકી પણ આપતા હતા. આવા જ એક રોકાણકાર પાંડેએ દોઢ માસ અગાઉ રોહિતનું અપહરણ કર્યું હતું અને તેને કામરેજના એક ફાર્મહાઉસમાં લઇ જઇ ગોંધી રાખી માર માર્યો હતો.

રોહિતે એનસીઆર કોઇનના રોકાણમાં મળેલા પૈસા બીટકોઇનમાં રોકી દીધા હતા. પાંડેને આ  અંગે જાણ થતાં તેણે રોહિતનું તે વોલેટ અને પાસવર્ડ મેળવી લીધા હતા. જો કે, રોહિતે સિક્યુરીટી સેટીંગમાં તેના ઇમેઇલ આઇડી ઉપર આવેલી લીંક બાદ જ વોલેટ ખુલે તેવું રાખ્યું હોવાથી પાંડેને વોલેટ ખોલવામાં સફળતા મળી ન હતી. આખરે પાંડેએ રોહિત સાથે સમાધાનની વાત શરૃ કરી હતી. તે સમયે રોહિતના જ મિત્ર અને એનસીઆર કરન્સીના પ્રમોટર પી.આઇ. લવ ડાભી કામરેજ  ખાતે ફરજ બજાવતા હોય તેમની મદદ લેવાઇ હતી.

તદ્ઉપરાંત, પાંડેના વારંવારના પ્રયત્નોને લીધે રોહિતનું બીટકોઇન વોલેટ બ્લોક થઇ ગયું હતું. આથી તેને ખોલવા માટે ઘણાં હેકરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, બીટકોઇન વોલેટ ખોલવું અઘરૃં હોય અલ્તાફના હેકર નીઝારની મદદ લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.