ન્યુઝીલેન્ડ સામે વન-ડે અને ટેસ્ટમાંથી ‘રોહિત’ આઉટ

પૃથ્વી શો બાદ રિઝર્વ ઓપનર તરીકે મયંક અગ્રવાલ અથવા શુભમન ગીલની થઈ શકે છે પસંદગી

ન્યુઝીલેન્ડનાં પ્રવાસે આવેલી ભારતીય ક્રિકેટ ટીમ ક્વિઝ સામે ૫ ટી-૨૦, ૩ વન-ડે અને ૨ ટેસ્ટ મેચ રમવાના છે જેમાં ભારતીય ટીમે ૫ ટી-૨૦ સીરીઝ ૫-૦થી જીતી લીધી છે અને કિલન સ્વીફ કર્યું છે જયારે છેલ્લા મેચમાં રોહિત શર્માને પગનાં સ્નાયુઓ ખેંચાતા તેને આગામી ૩ વન-ડે અને ૨ ટેસ્ટ મેચની શ્રેણીમાંથી આરામ આપ્યો છે. આ તકે રીઝર્વ ઓપનર તરીકે મયંક અગ્રવાલ અથવા શુભમન ગીલની પસંદગી કરવામાં આવશે તેવું બીસીસીઆઈનાં સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. જયારે બીજી તરફ સેક્રેટરી જય શાહ ન્યુઝીલેન્ડ પ્રવાસે હોવાથી નામોને ફાઈનલ કરવામાં આવી શકયા નથી પરંતુ કયાંકને કયાંક રીઝર્વ ઓપનર તરીકે મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. જયારે બીજી તરફ શુભમન ગીલે ન્યુઝીલેન્ડ-એ સામેની સીરીઝમાં બેવડી ફટકારી હતી તેથી તેનું પણ નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વન-ડે અને ટેસ્ટ શ્રેણી અગાઉ મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર સુકાની અને મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ટીમનો ઉપસુકાની રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી૨૦ મેચની શ્રેણીની રવિવારે રમાયેલી અંતિમ મેચમાં બેટિંગ દરમિયાન ઈજા થઈ હતી. રોહિતના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા જેના કારણે તેને ચાલવામાં તકલીફ પડી હતી. જેના કારણે તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો અને ફિલ્ડિંગમાં પણ આવ્યો ન હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.

નોંધનીય છે કે રવિવારે અંતિમ ટી૨૦મા બેટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો જેના કારણે રોહિતને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી પરંતુ તે ઈજાગ્રસ્ત થયો હતો અને લોકેશ રાહુલે ટીમની આગેવાની કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી અંતિમ ટી૨૦ મેચ દરમિયાન રોહિત શર્માના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. નોંધનીય છે કે ટીમનો અન્ય ઓપનર શિખર ધવન પણ ઈજાગ્રસ્ત છે અને તેના કારણે જ તેને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં સામેલ કરાયો ન હતો. હવે રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત થતા ઓપનિંગમાં ભારતને વધુ એક વિકલ્પ શોધવો પડશે. વન-ડેમાં મધ્યમ ક્રમમાં બેટિંગ કરી રહેલો લોકેશ રાહુલ વન-ડેમાં ઓપનિંગ કરી શકે છે.

Loading...