Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાને

સિમેન્ટ નાં રાજમાર્ગો સહીત રોડ રસ્તા ની સુવિધા માં સૌરાષ્ટ્ર માં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાન ધરાવે છે.અત્યાર સુધીમાં ચાલીસ કરોડ નાં ખર્ચે શહેરમાં સિમેન્ટ રોડ તૈયાર થયાં બાદ તાજેતરમાં રાજ્યસરકાર દ્વારા વધું મંજુરી મળી છે.ઉપરાંત ગોંડલ ને અદ્યતન સ્ટેડીયમ માટે પણ સરકાર દ્વારા લીલી જંડી મળી છે.

ધારાસભ્ય ગીતાબા જાડેજા,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ઉપ પ્રમુખ અપઁણાબેન આચાર્ય દ્વારા બાકી રહેતાં રોડ રસ્તા માટે સરકાર માં કરાયેલ રજુઆત અંતર્ગત સ્વરણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાડાસાત કરોડ ની ફાળવણી કરાઇ છે.જેમાં શહેર નાં જુદા જુદા વિસ્તારોમાં કુલ ૫૩ જેટલાં સીસી આરસીસી તથાં ડામર રોડ બનાવાશે.સાથે કોલેજચોક થી બસસ્ટેન્ડ સુધી આરસીસી રોડ બનશે.નગરપાલિકા નાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા,અપઁણાબેન આચાર્ય એ જણાવ્યું કે શહેર નાં વિવિધ વિકાસ કાર્યો માટે ધારાસભ્ય ગીતાબા જાડેજા તથાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની તાકીદ ની રજુઆતો રંગ લાવી છે.નવાં રોડ રસ્તા ની મંજુરી સાથે મુખ્ય રાજમાર્ગો ની ફુટપાથો અને સ્મશાનરુમ તથાં ભઠ્ઠી માટે અલગ થી રું સાડાચાર કરોડ મંજુર થયાં છે.

ક્રીકેટ રમત માં ગોંડલ આગવું સ્થાન ધરાવે છે.રણજી ટ્રોફી સહીત ગોંડલે અનેક ક્રિકેટરો આપ્યાં છે ત્યાંરે ક્રીકેટ ને વધું ઉતેજન મળે તે હેતુથી ગોંડલ માં અદ્યતન સ્ટેડીયમ બનાવવાં સરકાર દ્વારા લીલી જંડી અપાઇ છે.સ્ટેડીયમ માટે જમીન અંગે પાલીકા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.

તેમણે જણાવ્યું કે આ પહેલાં રુ.ચાલીસ કરોડ નાં ખર્ચે રોડ રસ્તા નાં કામ પૂર્ણ કરાયાં છે.ગોંડલ માં અદ્યતન એસી.ટાઉનહોલ,સાયન્સ સેન્ટર,સ્વિમીંગ પુલ,ભગવત ગાડઁન સહીત નાં વિકસલક્ષી કાર્યો થી ગોંડલ સૌરાષ્ટ્ર માં ’ રોલ મોડેલ’બનવાં પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.