Abtak Media Google News

મોરબી જિલ્લામાં રસ્તાનું ધોવાણ અટકાવવા તમામ માર્ગો પર પુર સરંક્ષણ દિવાલ બનાવવમાં આવશે

ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં ધોરીમાર્ગોનું ધોવાણ થતા ૭૦ લાખથી વધુનું નુકસાન થયું છે. ત્યારે ભવિષ્યમાં આવુ નુકસાન ન પહોચે તે માટે માર્ગ- મકાન વિભાગ દ્વારા ‚પિયા ૮ કરોડની ગ્રાંટ માંગવામાં આવી છે.

ગત તારીખ ૧ જુલાઇમાં રોજ પડેલા ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં જાહેર માર્ગને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોચ્યું છે જેમાં ખાસ કરીને લજાઇ- હડમતિયા- વાંકાનેર માર્ગ, મિતાણાથી અમરસર વાંકાનેર માર્ગ અને ટંકારા-લતીપરને જોડતા મુખ્યમાર્ગના રસ્તાનું ધોવાણ થઇ જતા કલાકો સુધી આ જાહેર માર્ગો પરથી વાહનોની અવરજવર અટકી ગઇ હતી.

જાહેર માર્ગનાં ધોવાણ અંગે મોરબી જિલ્લાનું મુખ્ય કાર્યપાલક ઇજનેર શ્રીદોમડીયાએ જણાવ્યું હતુ કે વરસાદથી પાણી નિકાલનાં અભાવે પાણી કોઝવે અને માર્ગ પર ભરાતા હાલમાં ૭૦ લાખથી વધુ નુકસાનનો અંદાજ કાઢવામાં આવ્યો છે અને ભવિષ્યમાં રસ્તાઓનું ધોવાણ અટકે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસેથી ‚ા.૮ કરોડની ગ્રાંટ માંગવામાં આવી છે.  વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર ગ્રાંટ ફાળવે ત્યારબાદ જે-જે માર્ગોમાં નુકશાન થયુ છે તેવા માર્ગો પર પુર સંરક્ષણ દિવાલ બતાવી રોડની મજબુતાઇ વધારવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં આવું ધોવાણ અટકશે.

શ્રી દોમડીયાએ ઉમેર્યુ હતુ કે હાલમાં ધોરીમાર્ગોથી આસપાસ આવેલા ખેતરોમાં પાળ ઉચા કરી લઇ પાણી નિકાલનાં વહેણ સાંકડા કરી નાંખવમાં આવ્યા હોવાથી વરસાદ પાણીનો નિકાલ થઇ શકતો નથી પરિણામ સ્વ‚પ માર્ગો પર પાણી ફળવળતા ધોવાણ થઇ રહ્યું છે આ સંજોગોમાં કોઝવે આસપાસના માર્ગો અને જ્યાં-જ્યાં પાણી ભરતા રહે છે તેવા માર્ગો પર પુર સંરક્ષણની દિવાલ બનાવી માર્ગોને થતું નુકશાન અટકાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.