Abtak Media Google News

યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાના હસ્તે મેળવ્યા ડિગ્રી પ્રમાણપત્રો

આર.કે.યુનિવર્સિટી દ્વારા તેના છઠ્ઠા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા યુનિવર્સિટી કેમ્પસમાં તેમના ડિગ્રી પ્રમાણપત્રો મેળવવા એકત્ર થયા હતા.આ સમારંભ ભારતીય પરંપરા અનુસાર રેડ કુર્તા અને ગોલ્ડન સેશમાં રહેલા ગ્રેજયુએટ્સે તેમના માતા-પિતા પાસેથી તેમની ડિગ્રી મેળવી હતી. જેમાં ૨૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં ખોડીદાસ પટેલ, ડેનિસ પટેલ, ડો.તુષાર દેસાઈ, દર્શન શાહ, કમલનયન સોજીત્રા, ઉમેશ માલાની, ભરત હાપાની, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારી શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે અન્ય તમામ વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા દ્વારા ડિગ્રી આપવામાં આવી હતી.આ વર્ષથી આર.કે.યુનિવર્સિટીએ કે.એસ.પટેલ સોશિયલ ઈમ્પેકટ એવોર્ડ નામનો પુરસ્કાર શ‚ કર્યો છે જે દર વર્ષે સામાજિક પરિવર્તનમાં યોગદાન માટે આપવામાં આવશે. આ વર્ષે એમ.જે.માલાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કોન્વોકેશનમાં હાજર એક માતા-પિતાએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિ કે જયાં અમે અમારા બાળકોને ડિગ્રી આપીએ છીએ તેનાથી પ્રભાવિત છીએ.

જયારે એક વિદ્યાર્થીએ તેના માતા-પિતા પાસેથી ડિગ્રી મેળવ્યા બાદ કહ્યું ‘મને મારા માતા-પિતાને ગૌરવાન્વિત કરીને એમના હસ્તે ડિગ્રી પ્રાપ્ત કરીને ખૂબ આનંદ થયો. આ દિવસને યાદગાર બનાવવા માટે હું આર.કે.યુનિવર્સિટીનો આભાર માનું છું’સોશીયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા દ્વારા હજારો ફોટા અને સેલ્ફી વ્યક્તિગીત રીતે પોસ્ટ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.