Abtak Media Google News

વિન્ટસન ચર્ચીલ, નેપોલીયન, સુભાષચંદ્ર બોઝ, સુનિલ દત્ત-નરગીસના પ્રેમ પત્રોના પઠનનો નવતર પ્રયોગ

રાજકોટ મહાનગરપાલીકાની દત્તોપત ઠેંગડી પુસ્તકાલયમાં એક કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમનું શિર્ષક જ હતુ લિખિતંગ પ્રેમ એટલે કોઈ પણને એ આકર્ષે અને આ કાર્યક્રમમાં રજૂ થયા વિના વિશ્ર્વના વિવિધ ક્ષેત્રના મહાન કે જાણીતા લોકોના પ્રેમ પત્રો કવિયત્રી અને દીલુની ડાયરી કોલમથી વાચકોમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર ખ્યાતી શાહનો આ વિચાર અને સંકલન, સંશોધન હતા રાજકારણ, સાહિત્ય ફિલ્મ જેવા અનેક ક્ષેત્રમાં મોટુ નામ અને કામ કરી ગયેલા લોકોના પત્ર વ્યવહારમાંથી કેટલીક સંવેદનશીલ ક્ષણો એમ કહીએ કે શબ્દકર્ણો, ખ્યાતિએ ચૂંટયા ફકત બે કલાકની રજૂઆત માટે વીસ દિવસથી પણ વધારે સમયથી કાળજી પૂર્વકની મહેનત અને સંશોધન દેખાઈ આવતા હતા નામ જાણીતા હોય પણ એવા લોકોએ પોતાના પિયપાત્રને આવા પત્ર પણ લખ્યા હશે એ વિસ્યમયકારક બાબત બની રહે એટલી હદે એમાં ઉંડાણ હતુ.

ટાગોર, કલાપી અમૃત પ્રિતમ જેવા લોકોએ લખેલા પત્રનું સરસ રીતે પઠન કર્યું ગાયીકા અને સાહિત્યના મર્મી એવા અર્મી પારષખ અને નાટયકલાકાર ધારેશ શુકલે આ બધા પાત્રોના પત્રતો હજીય થોડા જાણીતા હોય પણ સુભાષ ચંદ્ર બોઝના પ્રેમપત્રની પણ રજૂઆત થઈ અને નેપોલીયન બોનાપાર્ટનો પત્ર પણ રજૂ થયો. બે કે ત્રણ પત્રનું પઠન અને એની વચ્ચે ખ્યાતી શાહનું સુંદર ટુંકુ છતા માહિતી સભર અને રસપૂર્વકનું સંયોજન લિખિતંગ પ્રેમને ભાવકો સુધી પહોચાડવામાં મોટુ માધ્યમ બન્યું પત્ર ઉપરાંત એની આસપાસની વિગતો જેનો પત્ર હોય એ વ્યકિત વિશે વિશેષ જાણકારી પણ સરસ રીતે અપાઈ જેમકે સુનિલ દત્ત અને નરગીસે એકમેકના હુલામણા નામે પત્ર વ્યવહાર કર્યો હતો. તો ચર્ચીલ અને એમના પત્નીએ પણ પ્રેમ પૂર્વક એકબીજાના નામ પાડયા હતા આવી અનેક વાત આ પત્ર પઠન દરમિયાન રજૂ થઈ હતી.

પ્રેમપત્રના પઠનની શરૂઆત ‚કિમણીએ કૃષ્ણને લખેલા પત્રતી થઈ હતી અને પછી આ એક પછી એક પત્ર મીઠા બેકગ્રાઉન્ડ સંગીત સાથે ધારેશ શુકલ અને અમી પારેખે રજૂ કયા દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય આયોજીત આ કાર્યક્રમમાં કવિ લલીત ત્રીવેદી, સંજુ વાળા, દિનેશ કાનાણી, રાકેશ હાંસલીયા, લક્ષ્મીબહેન ડોબરીયા, ડો. ગૌરાંગ દવે, ડો. સુસ્મિતા દવે, ડો. કમલ પરીખ, મિલન ત્રિવેદી, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં લાયબ્રેરીયન નરેન્દ્ર આરદેશણાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ લિખિતંગ પ્રેમ માટે કેટલાક ભાવકોનાં પણ પત્રો મંગાવાયા હતા એવા લોકોનું અને પત્રોની રજૂઆત કરનાર સૌનું પુસ્તકથી સન્માન કરાયું હતુ સુનિલ દેત્રોજા અને સાથીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.