“વૈમનષ્યનો વાયરસ’ ફેલાતા ટીકટોકનો બહિષ્કાર કરવા ઉઠતી માંગ

62

ગીરગઢડાના જય મુરલીધર આહિર યુવા સંગઠન દ્વારા શરૂ કરાયું બહિષ્કાર અભિયાન

ચીનની બાઈટડાન્સ કંપની દ્વારા સંચાલિત વિડિયો શેરીંગ પ્લેટફોર્મ ‘ટીકટોક’નો બહિષ્કાર કરવાની ઠેરઠેરથી માંગ ઉઠી રહી છે વર્તમાન સમયે ચીનથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે લાખો લાકે ઉપર જોખમ ઉભુ થયું છે. ત્યારે ચીનનામાલ-સામાનની સાથે ચીનની કંપનીઓ દ્વારા તૈયાર થયેલી ‘ટીકટોક’ એપ્લીકેશનનો બહિષ્કાર કરવા માટે આંદોલન છેડાશે તેવો ઘાટ ઘડાયો છે.ટીકટોકનો બહિષ્કાર કરવામાં આવે તેવો સૂર જય મુરલીધર આહિર યુવા સંગઠનના પ્રમુખ રાજુભાઈ આહિરે સોશ્યલ મીડીયા દ્વારા ટીકટાકનો બહિષ્કાર કરવામાં આવે તેવું અભિયાન ચલાવી રહ્યા છે.

જે ટીકટોક દ્વારા ચાઈના કમાય રહ્યુ છે. અબજો રૂપીયા તે ઉપરાંત ભારતની બજારમાં ચાઈનાની ચીજ વસ્તુઓ વેચાય રહી છે.

તમામ વસ્તુઓનો એક સાથે બહિષ્કારશકય નથી ત્યારે જય મુરલીધર આહિર યુવા સંગઠનના પ્રમુખ રાજુભાઈ આહિર દ્વારા સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરી અભ્યાન ચલાવી દેશ સેવા કરવાનો મોકો મળ્યો છે.

સાથે હિન્દુ યુવા સંગઠન ગીરગઢડા પણ જોડાઈ આ અભિયાન ને વેગ આપવા એક સાથે કામ કરી રહ્યા છે. નોધનીય છે કે, વિડિયો શેરીંગ પ્લેટફોર્મ ‘ટીકટોક’ ભારતનાં યુવાવર્ગમાં ખૂબજ પ્રચલીત એપ્લીકેશન છે. જોકે ટીકટોકમા ગેરમાર્ગે દોરતા વિડીયો પણ રિલીઝ થતા હોવાના આક્ષેપો વારંવાર થઈ રહ્યા હતા દરમિયાન ચીનના વુહાન શહેરમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસના કારણે ભારતીય ‘ટીકટોક’નો વિરોધ શરૂ થયો છે.

Loading...