રીચા શર્મા કેન્સલ : ઐશ્વર્યા મજમૂદાર સોમવારે રાજકોટવાસીઓને ડોલાવશે

43

કોર્પોરેશનના ૪૫માં સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરાશે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી શહેરીજનોને પારિવારિક મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે આપણા કોર્પોરેશનના ૪૫માં જન્મદિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર કે જેઓએ હિન્દી ફિલ્મો તથા ગુજરાતી ફિલ્મોમાં પોતાના સુરીલા કંઠથી ગુજરાતમાં નહિ પણ ભારતભરમાં સંગીતના માધ્યમથી પોતાની પ્રસિદ્ધિ મેળવી છે.

ઐશ્વર્યા મજમુદાર રાજકોટમાં તા.૧૯/૧૧/૨૦૧૮ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ઓડીટોરીયમ ખાતે રાત્રે ૦૮:૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. બોલીવુડના સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત આ મ્યુઝીકલ નાઈટ શહેરીજનો માટે યાદગાર બની રહેશે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું. માન. મેયર શ્રી બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા રહેશે. પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતી મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કૌશિકભાઈ શુક્લ, કલ્પકભાઈ મણિયાર, કિરીટભાઈ કુંડલીયા, અતિથિવિશેષ તરીકે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ વિશેષ માહિતી અપાતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં અલાયદી બેઠક વ્યવસ્થા, સ્ટેજ સહિતની સુવિધા તથા કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા સંપૂર્ણપણે શાનદાર આયોજન કરવામાં આવી રહેલ છે.

Loading...