વડોદરા જિલ્લાની ર૬ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાઇ

રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ માર્ગદશન પુરુ પાડયું

રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો વેગવંતા બન્યા છે. ત્યારે પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ચાર આધારસ્તંભોથી રાજયની ભાજપા સરકાર સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના માનવીને પ્રાથમીક સુવિધાઓથી લઇ માળખાકીય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અઘ્યક્ષતામાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૫૬ નગરપાલીકાઓની ઝોનવાઇઝ રીવ્યુ બેઠક યોજાઇ રહી છે.

તે અંતર્ગત ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અઘ્યક્ષતામાં વડોદરા ઝોનની છ જીલ્લાની ર૬ નગરપાલિકાની રીવ્યુ બેઠક દાહોદ ખાતે યોજાઇ હતી. અને તકે ધનસુખ ભંડેરીએ જણાવેલ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારના શાસનમાં આધુનિક અને વિકસીત શહેરો ગુજરાતની આગવી ઓળખ બની ગયા છે. ત્યારે વિશાળ માર્ગો, પીવાનું શુઘ્ધ પાણી, ભૂર્ગભ ગટર વ્યવસ્થા, ગરીબ વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ સાથે બાગ બગીચા, ફલાય ઓવર વગેરે જનસુવિધાઓ સાથે ગુજરાતના શહેરો સ્માર્ટ બની રહ્યા છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે નાગરીક સુખાકારી અને સુવિધાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ દિશામાં સર્વ સમાવેશક વિકાસની યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે નાગરીકોની સુખાકારી જળવાઇ અને સુવિધામાં મોટા પ્રમાણમાં વધારો થાય ત્યારે ગુજરાતનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. ત્યારે નગરપાલિકાઓ પણ સમૃઘ્ધ અને સ્માર્ટ બને અને નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમીક સુવિધા અને સુખાકારીમાં વધારો જાય તે  માટે આયોજન બઘ્ધ કામગીરી કરવી પડશે. રીવ્યુ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામક હર્ષિત ગોસાવી, દાહોદ નગરપાલિકાની કારોબારી સમીતીના ચેરમેન વિનોદભાઇ રાજગોર, અધિકારીઓ, પટ્ટણી, વી.એન. શાહ, એન.એચ. દરજી, કેતનભાઇ વાનાણી, દીપશ્રીભાઇ સહીત વિવિધ નગરપાલિકાના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી ચેરમેન ચીફ ઓફીસર ઉ૫સ્થિત રહ્યા હતા.

Loading...