Abtak Media Google News

ટુ-જી સ્પેકટ્રમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં તપાસનો સામનો કરી રહેલા ઈડીના જોઈન્ટ ડાયરેકટર રાજેશ્ર્વરસિંહ લડી લેવાના મુડમાં: સુબ્રમણ્યમ સ્વામી પણ સિંહના સર્મનમાં

ટુ-૨જી સ્પેકટ્રમ કેસ તા એરસેલ મેકસીસ કેસમાં શંકાસ્પદ ભૂમિકા ભજવવા બદલ સુપ્રીમ કોર્ટમાં કેસનો સામનો કરી રહેલા ઈડીના જોઈન્ટ ડાયરેકટર રાજેશ્ર્વરસિંહે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા સામે દુશ્મનાવટ રાખવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ મામલે ઈડીના અધિકારીઓ અને સુબ્રમણ્યમ સ્વામી પણ રાજેશ્ર્વરસિંહના બચાવમાં આવતા એનડીએ સરકાર વિવાદમાં ઘેરાઈ છે.

એરસેલ-મેકસીસ અને ટુ-જી સ્પેકટ્રમમાં તપાસ કરનાર એન્ફોર્સમેન્ટ ડિરેકટરના અધિકારી રાજેશ્ર્વરસિંહ વિરુધ્ધ અપ્રમાણ સંપતિ કેસમાં તપાસ કરવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.

ત્યારે આ ચકચારી કેસમાં ૧૧ જૂનના રોજ ઈડીના અધિકારીએ હસમુખ અઢીયાને લખેલો પત્ર જાહેર કર્યો છે અને આ પત્ર જાહેર તાં જ ખળભળાટ મચી ગયો છે. ઈડીના જોઈન્ટ ડાયરેકટર રાજેશ્ર્વરસિંહે મહેસુલ સચિવ હસમુખ અઢીયા પર દુશ્મનાવટ રાખવાના આરોપ લગાવ્યો હતો. ઈડીના ડાયરેકટર કર્નલસિંહ દ્વારા હસમુખ અઢીયાને મોકલેલા પત્રમાં રાજેશ્ર્વરસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ૫૦ી વધુ આઈએસ, આપીએસ અને આઈઆરએસ અધિકારીઓએ મારી કામગીરીની પ્રશંસા કરી છે તો પછી તમે શા માટે આ અધિકારીઓથી વિપરીત મત આપ્યો.

ઉલ્લેખનીય છે કે ઈડીના જોઈન્ટ ડાયરેકટર રાજેશ્ર્વરસિંહ ઉત્તરપ્રદેશ પોલીસમાં હતા અને તેને ડેપ્યુટેશન હેઠળ ઈડીમાં ડાયરેકટર બનાવવામાં આવ્યા હતા અને તેઓએ એરસેલ-મેકસીસ કેસ અને ટુ-જી સ્પેકટ્રમમાં તપાસ કરી હતી. જેમાં ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટ હોવાનો દાવો કરનાર રાજેશ્ર્વર કપુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજેશ્ર્વરસિંહ સામે તપાસ કરવા માંગ કરી આવકના સાધનો તપાસવા જણાવ્યું હતું.

વધુમાં ઈડીના અધિકારી સામેના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસનો આદેશ કર્યો હોવાથી એન્ફોર્સમેન્ટ ડાયરેકટર વિભાગના અધિકારીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને પોતાના અધિકારીઓ સામે થઈ રહેલી આ તપાસમાં રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાનો રોલ હોવાના આડકતરા સંકેતો આપવામાં આવતા ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છે કે, એરસેલ-મેકસીસ તપાસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્ તેમના પત્ની અને પુત્ર સામે પણ તપાસ ચાલી રહી છે ત્યારે અચાનક જ આ કેસમાં નવા વળાંક સામે ઈડીના જોઈન્ટ ડાયરેકટરને તપાસમાંથી હટાવી તેમના વિરુધ્ધ તપાસ શરૂ કરવામાં આવતા નવા-જૂનીના સંકેતો મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.