Abtak Media Google News

સતત પાંચમાં વર્ષે ક્રિનાબેન કારીયાના સ્મરણાર્થે ૨૨૬ માતાઓને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવાનું આયોજન: આયોજકો અબતકની મુલકાતે

વિવિધ માનવ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે સ્વ. ક્રિનાબેન અતુલભાઇ કારીયાના સ્મરણાર્થે અતુલભાઇ ધીરજલાલ કારીયા તથા ભાવનાબેન અતુલભાઇ કારીયા પરિવારના મુખ્ય યજમાન પદે રાજકોટ શહેરમાં વસતા નિરાધાર, નિ:સહાય, નિ:સંતાન, ગંગા સ્વરુપ માતાઓ (વિધવા) માટે વિનામૂલ્યે એક ધાર્મિક યાત્રાનું ભવ્ય આયોજન તા. ૧૫-૨-૨૦૨૦ થી તા. ૨૬-૨-૨૦૨૦ સુધી કરવામાં આવેલ છે. આ યાત્રામાં ગંગા સ્વરુપ માતાઓ (વિધવા) ને ગયાજી, બૌઘ્ધગયા, સીતામઢી, જનકપુર તેમજ નેપાળમાં  પોખરા, પશુપતિનાથ, ગોરખપુર વગેરે સ્થળોની યાત્રા વિનામૂલ્યે કરાવવામાં આવશે. આ તકે આયોજકો એઅબતકની મુલાકાત લીધી હતી.

આ યાત્રામાં સામેલ થનાર ગંગા સ્વરુપ માતાઓને રાજકોટ રેલવે સ્ટેશનથી રેલવે સ્લીપર કલાસમાં લઇ જવામાં આવશે. આ યાત્રામાં દરરોજ સવારે ચા, કોફી નાસ્તો બપોરે તથા રાત્રે શુઘ્ધ શાકાહારી કાઠીયાવાડી ભોજન આપવામાં આવશે.

આ યાત્રા ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે સવારે ૧૦ થી ૧૨ કલાકે તથા સાંજે ૫ થી ૮ કલાકે કરવામાં આવશે. જે પરત કરવાની તા. ૧૦-૧૦-૧૯ સુધીમાં સંસ્થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રગટ હનુમાનજી મંદીર, લક્ષ્મીવાડી  શેરી નં. ૯/અ મીલપરા મેઇન રોડ, રાજકોટ ઉપર રહેશ. આ યાત્રામાં મર્યાદિત સંખ્યા લઇ જવાની હોય માટે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થળ તપાસ કરી ને જ ફોર્મ માન્ય કરવામાં આવશે. સ્થળ તપાસ કર્યા બાદ જે ગંગા સ્વરુપ માતાઓને કોઇપણ સંતાનમાં દીકરો કે દીકરી હોય તેઓને સંસ્થા દ્વારા નકકી કર્યા મુજબ ફી ભરવાની રહેશે. આ યાત્રામાં આ વષે રર૬ માતાઓને યાત્રા કરાવવાની તૈયારી છે.

અઅ માનવ સેવા કાર્યમાં સંસ્થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ ભટ્ટ, નરેન્દ્રભાઇ ડોડીયા, કિશનભાઇ સુચક, ગુલાબભાઇ સાબરીયા, પંકજભાઇ વ્યાસ, બકુલભાઇ સરવૈયા, જીવરાજભાઇ સોલંકી, ભરતભાઇ રામજીભાઇ માખેચા પરસોતમભાઇ વસાણી, પંકજભાઇ ભટ્ટ, જયેશભાઇ અનડકટ, કેતનભાઇ સોલંકી, ચિંતન રાચ્છ તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ એસ.ભટ્ટ મો. ૯૯૨૫૦ ૧૭૮૮૮ નો સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.