Abtak Media Google News

,૦૪,૫૬૦ વિદ્યાર્થીઓમાંથી ૧૬,૨૯૧ વિદ્યાર્થીઓ થયા ઉતિર્ણ: ગેરરીતિ આચરતા પકડાયેલ ૧૬૮ વિદ્યાર્થીઓનું પરિણામ રીઝર્વ

એચ.એસ.સી. ઓકટોબર-૨૦૧૭ની સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉતરબુનિયાદી પ્રવાહનું પરીણામ આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજયના જીલ્લા મથકો ઉપરથી લેવામાં આવી હતી. જેમાં ૧,૧૧,૨૦૩ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧,૦૪,૫૬૦ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૧૬,૨૯૧ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ ઓકટોબર-૨૦૧૭ની પરીક્ષાનું રાજયનું સમગ્ર પરીણામ ૧૫.૫૮ ટકા આવ્યું છે.

સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉતરબુનિયાદી પ્રવાહના કુલ વિદ્યાર્થીઓ ૮૪,૬૪૮ અને વિદ્યાર્થીર્નીઓ ૨૬,૫૫૫ નોંધાયેલ છે. તે પૈકી ૭૯,૫૩૧ વિદ્યાર્થીઓ અને ૨૫,૦૨૯ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ છે. તે પૈકી ૧૦,૯૫૧ વિદ્યાર્થીઓ અને ૫,૩૪૦ વિદ્યાર્થીનીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આમ કુલ ૧૬,૨૯૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. સમગ્ર રાજયનું વિદ્યાર્થીઓનું પરીણામ ૧૩.૭૭ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરીણામ ૨૧.૩૪ ટકા મળીને કુલ પરીણામ ૧૫.૫૮ ટકા આવેલ છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસીંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. ૨૦ ટકા પાસીંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૮૮ છે. ગેરરીતિના કુલ ૨૧૩ કેસ થયેલ છે. જે પૈકી વર્ગખંડની અંદર પરીક્ષા દરમ્યાન ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૫ છે. જયારે સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષા ખંડમાં રેકોર્ડ થયેલ સીડીના ફુટેજ જીલ્લા મથકે બનાવેલ વર્ગ એકના અધિકારીઓની ટીમે જોતા જે પરીક્ષાર્થીઓ ગેરરીતિ આચરતા જણાય છે. તેમના પરીણામો આ ટીમના રીપોર્ટ આધારે રીઝર્વ રાખેલ છે જેની સંખ્યા ૧૬૮ની થાય છે.

અમદાવાદ સિટીનું ૧૪.૫૬ ટકા, અમદાવાદ ગ્રામ્યનું ૧૬.૬૦ ટકા, અમરેલીનું ૧૦.૮૯ ટકા, ભુજનું ૧૯.૧૫ ટકા, ખેડાનું ૧૨.૭૮ ટકા, જામનગરનું ૨૧.૧૩ ટકા, જૂનાગઢમાં ૧૦.૧૬ ટકા, આહવાનું ૨૨.૯ ટકા, પંચમહાલનું ૧૫.૭૨ ટકા, બનાસકાંઠાનું ૧૮.૯૦ ટકા, ભ‚ચનું ૧૫.૦૬ ટકા, ભાવનગરનું ૧૬.૨૧ ટકા, મહેસાણાનું ૧૫.૧૪ ટકા, રાજકોટનું ૧૫.૯૦ ટકા, વડોદરામાં ૧૩.૬૭ ટકા, વલસાડનું ૧૨.૩૯ ટકા, બનાસકાંઠાનું ૧૭.૦૫ ટકા, સુરતનું ૧૬.૨૩ ટકા, સુરેન્દ્રનગરનું ૧૮.૮૮ ટકા, સેન્ટ્રલ એડીએમએનનું ૧૯.૩૧ ટકા, આણંદનું ૧૨.૮૦ ટકા, પાટણનું ૧૫.૬૭ ટકા, નવસારીનું ૧૫.૪૬ ટકા, દાહોદનું ૧૭.૯૬ ટકા, પોરબંદરનું ૧૨.૨૪ ટકા, નર્મદાનું ૧૪.૧૩ ટકા, ગાંધીનગરનું ૧૩.૭૯ ટકા, તાપીનું ૨૩.૨૦ ટકા, અરવલ્લીનું ૧૯.૦૨ ટકા, બોટાદનું ૧૮.૦૨ ટકા, છોટા ઉદેપુરનું ૧૯.૩૩ ટકા, દેવભૂમિ દ્વારકાનું ૧૭.૫૮ ટકા, ગીરસોમનાથનું ૧૫.૧૬ ટકા, મહીસાગરનું ૧૧.૧૦ ટકા, મોરબીનું ૧૩.૩૬ ટકા, દીવનું ૧૧.૧૧ ટકા પરીણામ જાહેર થયું છે.

વિષય પ્રમાણે ગુજરાતીનું ૧૪.૧૫ ટકા, અંગ્રેજી (એફ.એલ)નું ૫૩.૦૬ ટકા, હિન્દીનું ૬૮.૩૨ ટકા, અંગ્રેજી (એસ.એ)નું ૨૯.૫૭ ટકા, અર્થશાસ્ત્રનું ૫૨.૧૨ ટકા, વાણિજયનું ૧૯.૨૪ ટકા, સંસ્કૃતનું ૫૩.૯૩ ટકા, આંકડાશાસ્ત્રનું ૧૨.૭૭ ટકા, ફિલોસોફીનું ૨૪.૩૬ ટકા, સોશ્યોલોજીનું ૬૮.૧ ટકા, ફિઝીયોલોજીનું ૫૧.૬૧ ટકા, જીયોગ્રાફીનું ૬૧.૮૧ ટકા, નામાનું ૧૪.૨૩ ટકા, કોમ્પ્યુટરનું ૪૩.૧૨ ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લાનું સૌથી વધુ ૨૩.૨૦ ટકા પરિણામ

રાજયનું સૌથી વધુ પરીણામ તાપી જિલ્લાનું આવ્યું છે. જે ૨૩.૨૦ ટકા છે. જિલ્લામાં કુલ ૧૪૧૦ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ત્યારબાદ ૧૩૧૯ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૦૬ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા છે અને ૧૦૧૩ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટ જિલ્લાનું ૧૫.૯૦ ટકા પરિણામ

રાજકોટ જિલ્લામાં ૫૫૨૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા આપવા માટે ૫૧૮૮ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૮૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉર્તિણ થયા છે. વધુમાં ૪૩૬૩ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે.

જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ૧૦.૧૬ ટકા પરિણામ

જૂનાગઢ જિલ્લાનું પરીણામ રાજયમાં સૌથી ઓછું છે. જે ૧૦.૧૬ ટકા પરીણામ આવેલ છે. જિલ્લામાં કુલ ૪૨૮૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં પરીક્ષા આપવા ૪૦૦૫ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૪૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉર્તિણ થયા છે. ૩૫૯૮ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.