Abtak Media Google News

ગ્રાહકોનો વિશ્ર્વાસ સંપાદન અને સંતોષ એ જ રીઝલ્ટ એડ.ની સફળતા

રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રાઈવેટ લિમિટેડનો આજે ૨૨માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ નિમિતે એડવર્ટાઈઝીંગના નિષ્ણાંત જીતુ કોઠારી અને વહિવટમાં કુશળ એવા મેહુલ દામાણી જણાવે છે કે, રિવાઈન્ડ અને ફોરવર્ડ એ કોઈપણ વ્યકિત – વ્યવસાયનાં વિકાસ અર્થે અતિ મૂલ્યવાન પદાર્થપાઠ છે. રિવાઈન્ડનો મતલબ પાછળ જવાનું નથી પરંતુ ભુતકાળમાં થયેલી ભુલો, રહી ગયેલી ત્રુટીઓને સમજી-સુધારી ઉજ્જવળ ભવિષ્ય તરફ હંકારી જવાનું ફોરવર્ડ બટન છે.  નજર ફોરવર્ડ તરફ રાખીને સમયાંતરે રિવાઈન્ડ કરી ઓલ ઓ.કે. ચેક કરી લેવું એ સ્વાસ્થયપ્રદ નીશાની છે. અમો પણ અમારા કલાઈન્ટ્સ-વેન્ડર્સ સાથેનાં સંબંધો-વ્યવહારો સમયાંતરે રિવાઈન્ડ કરી ચકાસીએ છીએ.  આવડતોનાં મૂલ્યો ને ફરીથી ચકાસી નવી ટેકનોલોજીનાં સથવારે ફોરવર્ડ થતા રહીએ છીએ. આજે અમો ૨૧ વર્ષ પૂર્ણ કરી એન્જલ નંબર ૨૨ માં પ્રવેશીએ છીએ. માસ્ટર બિલ્ડર તરીકે ઓળખાતો આ નંબર અમને કદાચ ફાસ્ટ ફોરવર્ડ તરફી ગતી કરાવે તેવી પૂર્ણ સંભાવના છે પણ સાથે એ પણ કાયમ છે કે અમે અમારા મૂલ્યો અને આપના સહકારનાં ઋણનું મૂલ્ય (રિવાઈન્ડ) બટન સતત હાથવગ્ગુ રાખીશું. એક બીજો રિવાઈન્ડ યોગ એ પણ સર્જાયો છે આજથી એકવીસ વર્ષ પહેલા જ્યારે અમોએ શરૂઆત કરી ત્યારે દશેરા હતા અને આજે પણ…

ર૦૦૧માં રાજકોટના પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ રૂપાપરાનું માર્ગદર્શન સાંપડયું અને રીઝલ્ટ એડ. પ્રા.લી. નો દબદબાભેર પ્રારંભ થયો. આજે રિઝલ્ટ એડ. પ્રા.લી. પ્રમોશન અને જાહેરખબરના ક્ષેત્રે એક અગ્રીમ કક્ષાનું અને સૌથી ચહિતું નામ બની ગયું છે. માત્ર ૧૦ કલાયન્ટસના કામ સાથે શરૂ કરાયેલ પેઢી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્વરૂપે વિકાસ પામી આજે ૪૦૦ થી વધુ કલાયન્ટસને ઉત્કૃષ્ઠ સેવાઓ આપી રહી છે. કલાઈન્ટસને પરીણામદર્શક જાહેરાત દ્વારા તેઓનાં વ્યવસાયને ટારગેટ સુધી પહોંચવામાં રીઝલ્ટ એડ.પ્રા.લી. સતત મદદરૂપ બનતી આવી છે. વધુમાં ગ્રાહકોને નવતર ડીઝાઈનીંગ, ક્રિએટીવ આઈડીયાઝ, યથાર્થ એડ.પોઝીશનીંગ, ઉત્કૃષ્ઠ સર્વિસ તેમજ ઉત્સાહી અને કાર્યદક્ષ સ્ટાફ થકી છેલ્લા ૨૧ વર્ષમાં અપાર સંતોષ મળેલ. અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જેમ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.માત્ર એક પેઢી કે કંપની જ નથી બની રહી પરંતુ સામાજીક જવાબદારી નીભાવવાનું ઉદ્ાત કાર્ય પણ બજાવે છે. દેશભકિતના ગીતો પર ડાન્સ કોમ્પિટિશન અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ મા-બાપને ભૂલશો નહીં તથા “દિકરી વ્હાલનો દરિયો જેવા અનોખા કાર્યક્રમનું આયોજન રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ કર્યુ હતું તો જૈન સોશ્યલ ગ્રુપના માઘ્યમે પણ સામાજીક પ્રવૃત્તિઓ માટે રિઝલ્ટ એડના જીતુ કોઠારી અને મેહુલ દામાણી સતત તત્પર રહે છે. એકવીસમા વર્ષે યોગ એવો સર્જાયો છે કે, ૨૫ ઓકટોબર ૧૯૯૯નાં રોજ રીઝલ્ટ એડ. ના સ્થાપના દિવસે દશેરાનું પવિત્ર પર્વ હતું અને આજે ૨૫ ઓકટોબર ૨૦૨૦નાં રોજ પણ દશેરાનો ત્યોહાર છે. રીઝલ્ટ એડ. એમના વિશ્ર્વસનીય કલાઇન્ટ્સ માટે તંદુરસ્તી અને ધનદુરસ્તી ની કામના કરે છે. રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ૧૧૧-૧૧૨-અમીધારા, કેનાલ રોડ, રાજકોટ. ફોન : ૨૨૩૦૦૮૦,  ૨૨૪૨૮૭૫ રમેશભાઈ રૂપાપરા-૯૮૨૪૦ ૫૬૫૬૫, જીતુ કોઠારી – ૯૮૨૫૦ ૭૬૩૧૬ અને મેહુલ દામાણી-૯૮૨૫૦ ૭૯૬૧૫ ઉપર અનરાધાર અભિનંદન વરસી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.