વાલીઓની મુંઝવણ પ્રિમિયર સ્કૂલ્સ એકિઝબિશનમાં ઉકેલાઈ

આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણીક સંસ્થાઓનો મેળાવડો યોજાયો: અનેક વાલીઓએ આપી હાજરી: બાળકો માટે શાળા પસંદગીના અપાયા વિકલ્પો

વાલીઓને તેમના બાળકો માટે સ્કુલો વિશે માહિતગાર કરવા તેમજ યોગ્ય શાળાઓ શોધવામાં મદદરૂપ થવાના હેતુથી પ્રિમીયમ સ્કુલ્સ એકિઝબિશનનું આયોજન ઈમ્પિરીયલ પેલસ હોટેલમાં કરવામાં આવ્યું હતુ. જેમાં વાલીઓની મુંજવણો દૂર કરી તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન પૂર્ણ પાડવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તેમાં સ્પોટ કાઉન્સેલીંગ અને સ્પોટ એડમિશન્સ ઓફર્સની સુવિધા પણ આપવામાં આવી હતી. વાલીઓએ શાળાના પ્રિન્સીપાલ અને એડમિશન ઓથોરીટીને મળીને જાણકારી મેળવી હતી.

કાર્યક્રમની ‚પરેખા મુજબ કરંટ અપડેટ માહિતી, આર્થિક વિકલ્પો, સ્પોટ એડમિશન ઓફર્સ, રેસિડેન્સિયલ સ્કુલ્સના લાભો, કો.એજયુકેશનલ બોડીંગ સ્કુલના પરિણામો અને કરિકયુલમ્સનું વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, દહેરાદુન, બેંગ્લોર, પૂણે, નાસિક, ઉદયપૂર, ભોપાલ, ઈન્દોર અને ભારતના અન્ય સ્થળોએ આવેલી શાળાઓએ પકણ ભાગ લીધો હતો. કાર્યક્રમની ખાસ નઅબતકથની ટીમ દ્વારા મેળવાઈ હતી.

બાળકોનાં સંપૂર્ણ વિકાસ ઉપર ધ્યાન આપતી કોહિનુર અમેરિકન સ્કૂલ

કોહીનૂર અમેરિકન સ્કુલના રીપ્રેસન્ટેટીવ બ્રાન્ડ ડીસુઝાએ જણાવ્યુંં હતુ કે આ સ્કુલ ખંડાલામાં આવેલ છે. આ સ્કુલ ૧બી સ્કુલ છે. અહીયા બ્રાન્ડના પૂરા વિકાસ પર ફોકસ કરવામાં આવે છે. ફકત ભણતર નહી પરંતુ બાળકના પૂરેપૂરા વિકાસ માટે ધ્યાન આપવામાં આવે છે. બધી સ્કુલમાં ફીકસ રીલેર્બ્સ હોય છે. જે રીતે શિક્ષકો ભણાવે છે પરંતુ આઈબી એક જ એવું કરીકુલમ છે જેમાં ભણતર અને નોટબુક પર ફકત ફોકસ નથી કરાતું પરંતુ રીસર્ચ એપ્લીકેશન જેથી સ્કીલ પર પણ ધ્યાન આપવામાં આવે છે. ભારત સિવાય દેશવિદેશમાં શું થાય છે તે પણ બાળકને શીખવા મળે છે. અમારી સ્કુલમાં ભારત તથા ભારત સિવાયના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં થાઈલેન્ડ, સાઉથ કોરિયા, ગલ્ફ ક્ધટ્રીના બાળકોનો સમાવેશ થાય છે.

અમારી સ્કુલ ગ્રેડ ૬ થી ગ્રેડ ૧૨ ના બાળકો માટે છે. આ એકિઝબેશનમાં અમે છેલ્લા ૩ વર્ષથી ભાગ લઈએ છીએ. આ એક સા‚ પ્લેટફોર્મ છે. અમારા માટે તથા વાલીઓ માટે કારણ કે અહીંયા સીધુ વાલીઓ સાથે વાતચીત કરવાનો મોકો મળે છે. આ પ્રકારનાં એકિઝબેશન થવા જ જોઈએ.

વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર એક ઘર બની ફલોવીશ ઈન્ટરનેશનલ એકેડમી

ફલોવીશ ઈન્ટરનેશનલ એકેડમીનાં રીપ્રેનન્ટેટીવ વિશાલી દેશપાંડે તથા પ્રેરણા કોલેએ જણાવ્યુંતુ કે, અમારી સ્કુલ કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. અને અમારી સ્કુલ નર્સરી થી ૧૨ ધોરણ સુધી છે. અમારી સ્કુલમાં ડે. બોડીંગ તથા બોર્ડીંગની સુવિધા ઉપલબ્ધ છે. અમારી સ્કુલ ૪૦ એકરમાં ફેલાયેલી છે. જેમાં ગર્લ્સ અને બોયસ માટે અલગ અલગ બોર્ડીંગ હાઉસની સુવિધા છે. અમારે ત્યાં બાળકોને ભણતરની સાથે ડાન્સ, મ્યુઝીક, સ્પોર્ટ જેથી બીજી એકટીવીટીને સરખુ પ્રાધાન્ય આપવામાં આવે છે. અમારી બોર્ડીંગ સ્કુલનું સુત્ર એજ છે. કે HOME AWUY FR0M HOMEMઅમે માનીયે છીએ કે માતા પિતાને છોડતા અમે બાળકોને બધુ જ આપી શકીયે છીએ. બોર્ડીંગના બાળકોને અમે શનિ-રવિવાર રાઈડસમાં તથા બહાર હરવા ફરવા લઈ જઈએ છીએ, જો બાળકો માટે કોઈ સારી પિકચર હોય તો તે માટે પણ અમે બાળકોને લઈને જાય છીએ અલગ અલગ એડવેન્ચર પર પણ લઈ જવામાં આવે છે. શોપીંગ માટે પણ અમે બાળકોને લઈ જતા હોય છીએ આ બધી પ્રવૃત્તિઓ દ્વારા અમે બાળકોને ઘર જેવું વાતાવરણ પૂ‚ પાડીયે છીએ. અમારી સ્કુલના ચેરમેન રતન લત તેમના નાનપણમાં બોડીંગમાં રહેલા છે. તો આવી બોર્ડીંગ સ્કુલ બનાવાનો એમનો જ વિચાર હતો. એક એવી બોર્ડીંગ સ્કુલ બનાવી જેના બાળકોને બધી જ સુવિધાઓ મળી રહે.

છાત્રાઓમાં લીડરશીપના ગુણ વિકસાવતી રાજસ્થાનની હેરીટેજ ગર્લ્સ સ્કુલ

ઉદયપુરમાં આવેલી હેરીટેજ ગર્લ્સ સ્કુલના શિક્ષીકા નિકીતા જૈનની અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે અમારી સ્કુલ એ અકે લીડરશીપ સ્કુલ છે. અમે ત્યાં બધા બાળકોને લિડર બનતા શીખડાવીએ છીએ અમારે ત્યાં અભ્યાસ કરતી બાળાઓને પૂરેપૂરો વિકાસ થાય છે. તેમને અભ્યાસને સાથે સાથે ડાંસ, મ્યુઝીક, આર્ટસ, સ્પોર્ટસ જેનાથી તેનું અંદર છુપાયેલું ટેલેન્ટ બહાર આવી શકે. અમારી સ્કુલ ગર્લ્સ સ્કુલ હોવાથી અમે તેમની સુરક્ષાનું ખુબ ધ્યાન રાખીએ છીએ સુરક્ષા માટે અમે તેમના માતા પિતા સિવાય કોઈ સાથે મોકલતા નથી. આખા કેમ્પસમાં સીસીટીવી કેમેરાઓ તથા ગાર્ડસ છે. તથા વિદ્યાર્થી એકલો કેમ્પસમાં એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જઈ શકતા તેની સાથે હંમેશા કોઈ ફિમેલટિચર હોય જ છે. આ ગર્લ્સની સ્કુલ હોવાથી તેમની સુરક્ષા અને હાઈજીન ખૂબ જરૂરી છે. અમારા કેમ્પસમાંજ મેડીકલ તથા ફિમેલ નર્સ પણ છે. દર શનિવારે ડોકટર પણ આવે છે.જેથી વિદ્યાર્થીઓને કોઈ મેડીકલ પ્રોબલ્મસ ન થાય.આગળ થયેલી વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે આ એકઝીબીશનમાં ઘણા પ્રકારનાં વાલીઓ અમને મળ્યા છે. તેમના અનેક ચિંતાઓ પણ હતી કોઈક કહેતુ હતુ કે મારૂ બાળક ગણીતમાં નથી સારૂ ઘણા કહેતા હતા વિજ્ઞાનમાં મા‚ બાળક નથી સારૂ, અમે લોકો ખુશ છીએ કે અમે એમના મુંજવતા પ્રશ્ર્નોના જવાબ આપી શકીએ છીએ તથા તેમની સમસ્યાઓને હલ પણ કરીએ. પ્રીમીયર સ્કુલ એકજીબીશનમાં આવીને અમને ઘણુ સારૂ લાગ્યું અમે ઘણા વર્ષોથી આમાં ભાગ લઈએ છીએ. આ એકઝીબીશનની સૌથી સારી વાત એ છે કે અમને એક જ જગ્યાએ બધા પેરેન્ટસ એક સાથે મળી જતા હોય છે.

બાળકોને ઘર જેવું વાતાવરણ આપતી ડિવાઈન ચાઈલ્ડ સ્કુલ

ડિવાઈન ચાઈલ્ડ સ્કુલના કેમેસ્ટ્રી શિક્ષક અને પીઆર હેતલ દેસાઈ વાત કરતા જણાવ્યું હતુ કે, ડિવાઈન ચાઈલ્ડ સ્કુલ બોડીંગ કમ ડે બોડીંગ સ્કુલ છે. અમારી સ્કુલમાં ૧૩૦૦ બાળકો અભ્યાસ કરે છે. અમારી બોડીંગ સ્કુલ છે જેથી અમે ધ્યાન રાખીયે છીએ કે બાળકને ઘર જેવું જ વાતાવરણ મળે, અમારા ડિવાઈન ચાઈલ્ડ સ્કુલના ટીચર ફકત ટીચર નથી. પરંતુ અમે આઈડયલ પેરેન્ટસ ટીચર છીએ જે રીતે માતા પિતા બાળકો પર ધ્યાન આપે છે તેજ રીતે અમે બાળકો પર પૂરતુ ધ્યાન આપીએ છીએ અમે બાળકને ફકત ભણાવવા નથી માંગતા, અમે તેમના જીવનમાં સિધ્ધાંતો અને સંસ્કારોનું સિંચન કરીયે છીએ અમારો સિધ્ધાંત ફકત ડોકટર્સ, એન્જિનીયરસ બનાવાનો નથી અમે બાળકોને સારા વ્યકિત પણ બનાવા માંગી છીએ. રાજકોટમાં બધાને અમારી સ્કુલ વિશે જાણકારી ન હોય ત્યારે આવા પ્રકારનાં એકિઝબીશન દ્વારા વાલીઓને પણ લાભ થાય છે. ત્યારે આવા પ્રકારનાં એકિઝબીશન ચોકકસ પણે થવા જ જોઈએ.

રાજસ્થાનમાં ૨૬૫ એકરમાં પથરાયેલી મોદી સ્કુલ અત્યંત સુવિધાસભર

રાજસ્થાનના શિક્ષક સંજય સાંગીએ જણાવ્યું હતુ કે અમારી સ્કુલ ૨૬૫ એકરમાં આવેલી છે.

જેમાં બાળકોને પૂરતી સુવિધા આપવામાં આવે છે. અમારી સ્કુલ ગર્લ્સ સ્કુલ છ, અને હાલ સ્કુલમાં ૧૦૫૦ વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી છે. અમે બાળકોને ભણતર સાથે બીજી બધી પ્રવૃત્તિમાં પણ ભાગ લેવડાવીએ છીએ અને ભારતમાં ઉજવાતા દરેક તહેવારોને અમે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ સ્કુલમાં સીબીએસઈની સાથે સાથે આઈબીડીબીનો અભ્યાસ કરાવામાં આવે છે.

અમારી સ્કુલ બોડીંગ સ્કુલ છે, જેમાં અમે નાના નાના વિભાગમાં વહેંચી દીધું છે. એક હોસ્ટેલમાં ૫૦ થી ૬૦ બહેનો રહે છે. એવી અમારી પાસે ૧૫ હોસ્ટેલ છે.

જેમાં દરેક હોસ્ટેલમાં વોર્ડન, ૨ સિસ્ટર પણ રાખવામા આવે છે. જેથી દરેક પર પૂરતુ ધ્યાન આપી શકાય. સાથે સાથે સેફટી માટે ગાર્ડસ, સિકયુરીટવી ઓફીસરો પણ રાખવામાં આવ્યા છે.

Loading...