Abtak Media Google News

ન્યારા આશ્રમે સદ્દ્ગુરૂદેવ રણછોડદાસ બાપુ વિદ્યાર્યાને ૧૦૦ વર્ષની ઉજવણીના ભાગ‚રૂપે થઇ રહેલા જીણોધ્ધારમાં સર્વે ગુરૂભાઇઓ-બહેનોને તન-મન-ધનથી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગત માટે (મો.૯૮૨૫૪ ૨૪૬૦૪) પર સંપર્ક કરી શકાશે.

ન્યારા સદ્દ્ગુરૂદેવ રણછોડદાસજી બાપુને બહુજ પ્યારૂ લાગતું હતું. એટલે હંમેશા જયારે ન્યારા તપ-જપ કરવા પધારતા ત્યારથી ન્યારા તપોભુમી તરીકે પ્રખ્યાત થઇ ગયુ છે. હમણા જ ન્યારા પહેલા ૧૯૧૯માં સદ્દ્ગુરૂ ભગવાન પધાર્યા તેની ૧૦૦ વર્ષની ઉજવણી તા.૧૪-૧૨-૧૯થી તા.૨૩-૧૨-૧૯ સુધી પુજય ગુરૂરચરણદાસ બાપુના મુખ્ય યજમાન પદે ખાસ બાપુ ૧૦ દિવસ ઉપસ્થિતિમાં ધામેધુમે ઉજવાયેલ.

૧૦૦ વર્ષથી ઉજવણીમાં પધાર્યા ત્યારે બાપુએ આશ્રમમાં જીણોધ્ધાર થાય તો સારૂ‚ કહેતા બાપુએ તરત જ નિખાલસ હાસ્ય આપતા આજ્ઞા આપી હતી અને તેનું ભુમી પુજન કરવાની વાત કરતા તે પ્રસંગ દરમ્યાન પોતાની અધ્યક્ષતામાં આવી દરેક ગામે ગામના સંતો વચ્ચે શાસ્ત્રીઓના મંત્રોચ્ચાર વચ્ચે તથા ગુરૂ‚ભાઇઓ તથા બહેનોની વિશાળ હાજરીમાં હર્ષોલ્લાસથી પૂર્ણ કરેલ હતું. આર્શીવાદ આપતા ગુરુદેવે જણાવ્યુ હતું કે ત્રણ ચાર વર્ષ હરહંમેશ પ્રોગ્રામ થતા રહેશે. સાધુ, સંતો આવતા રહેશે. આ ન્યારા ગામમાં હંમેશા ગંગા, જમના, સરસ્વતી નદીની જેમ પ્રવાહ વહેતો રહેશે અને આ ગાગર જેવડા ગામમાં સાગર જેવા સંતની તપોભુમી છે. આજે હું એવા આશીર્વાદ આપુ છું ન્યારા સબસે પ્યારા છે. આ જીણોધ્ધારમાં હતુ. તન, મન, ધનથી સાથે છું એવી અમૃતવાણી જેવા આશીર્વાદ અને બાપુ એટલા ભાવમાં આવીને આગામી ૨૦૨૫માં પૂજય સદ્દ્ગુરૂ‚દેવ સ્વામી પ્રથમ (ફોટા)ને ૧૦૦ વર્ષની ઉજવણી ‚રૂપે આ જીણોધ્ઘારમાં તથા નવા ટોઇલેટ બ્લોક તથા ૧૦‚રૂમ, સ્ટોરમાં સર્વે ગુરૂભાઇઓ તથા બહેનો તન, મન, ધનથી સાથ આપે તે આપણા સર્વેની ફરજ છે. આ આશીર્વાદ આપતા તાલીઓના ગટગડાટથી બાપુ પ્રભાવીત થયેલ અને બાપુએ તેનુ પ્રવચન પૂર્ણ કરેલ હતું. આજે પણ ન્યારા જીણોધ્ઘાર ચાલુ છે. તેમાં કોઇપણ તન, મન, ધનથી સેવા આપી તપોભુમી તકતી લગાવીને લાભ લઇ શકે છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.