રાજ્યના બાકી રહેલા નોટરી સર્ટિફિકેટ અંગે કેન્દ્રમાં રજુઆત

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બરના દિલીપ પટેલે કરી રજુઆત

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે ગુજરાતના નોટરીઓ ને ભારત સરકાર દ્વારા લેવાયેલી નોટરી ઇન્ટરવ્યુ ના સટીફીકેટ આજ સુધી અનેક વકીલોને મળેલા ન હોય તાત્કાલીક મોકલવા માટે મંત્રી રવિશંકર પ્રસાદ, વડાપ્રધાનની કચેરી અને નોટરી સેલને પત્ર લખી જણાવેલ છે.

ગુજરાતના નોટરી એપોઇમેન્ટ માટે તા. ૮-૧૦ થી ૫-૧૧-૧૮ સુધી ઇન્ટરવ્યુ લેવામાં આવેલા હતા આ ઇન્ટરવ્યુ મા ઉર્તીણ થયેલા તા. ૧-૩-૧૯ ના કેન્દ્ર સરકાર ની નોટરી સેલ દ્વારા લીસ્ટ બહાર પાડવામાં આવી નોટરી સર્ટીફીકેટ મોકલવાનું શરુ થયેલ હતું.

દોઢ વર્ષ થયું હોવા છતાં પણ નોટરી સર્ટીફીકેટ કેન્દ્ર સરકારના નોટરી સેલ દ્વારા મોકલવામાં આવેલા નથી અગાઉ પણ દીલીપ પટેલે રજુઆત કરેલા ત્યારે અમુક વકીલોને નોટરી સેલ દ્વારા સર્ટીફીકેટ મોકલવામાં આવેલા હતા.

કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન કાર્યાલય અને નોટરી સેલને પત્ર લખી તાત્કાલીક બાકી રહેલા વકીલોના નોટરી સર્ટીફીકેટ મોકલવા રજુઆત કરવામાં આવી છે.

Loading...