Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૩ પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ૧૨ પર પહોંચ્યો

ગુજરાતમાં વધુ ૮ કેસ પોઝિટિવ સાથે ૬૩ કેસ : અમદાવાદ વધુ એક મોત : મૃત્યુઆંક ૫

રાજકોટમાં ફ્રાન્સથી આવેલા યુવાનને આઇશોલેસન માં દાખલ કરી સેમ્પલનો રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ એક જ દિવસમાં ૩ લોકોના કેસ કોરોના પોઝિટિવ આવતા કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં પણ વધુ ૮ કેસ પોઝિટિવ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૬૩ સુધી પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં એક દર્દીનું મોત નિપજતા રાજ્યમાં મૃત્યુઆંક ૫ સુધી પહોંચ્યો છે. તથા અમદાવાદ અને સુરતમાં બે પોઝિટિવ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવતા લોકોમાં રાહતનો શ્વાસ આવ્યો હતો.

રાજકોટમાં મુંજકા ખાતે રહેતા બે લોકો ગત તા. ૧૮મી ના ફ્રાન્સથી આવ્યા હતા. જેમને કોરોન્ટાઇન કર્યા બાદ સેમ્પલ નો રિપોર્ટ મોકલવામાં આવતા એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે રાજકોટમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૯ સુધી પહોંચી છે. અને ફ્રાન્સથી આવેલા યુવાનના કરીબી લોકોને કોરેઇટાઇન કરાયા છે. રાજકોટ સિટીમાં અત્યાર સુધી કુલ ૭૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૮ પોઝિટિવ અને ૬૯ નેગેટીવ આવ્યા હતા. જ્યારે રાજકોટ ગ્રામયના ૧૯ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૮ નેગેટિવ અને ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં ૩ અને ખાનગી હોસ્પિટલમાં ૬ પોઝિટિવ ના દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ માથું ઉચકતા એક જ દિવસમાં ૩ પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા ૧૨ સુધી પહોંચી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ૬, ગીર સોમનાથ માં ૨, પોરબંદરમાં ૧, મળી કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં ૧ નું મોત નોંધાયું છે. રાજ્યમાં પણ એક દિવસમાં વધુ ૮ પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા ૬૩ સુધી પહોંચી છે. અમદાવાદમાં વધુ એક દર્દીનું કોરોના ના કારણે મોત નિપજતા અમદાવાદમાં કુલ ૩ ના મોત સહિત રાજ્યમાં મૃત્યુઆંક ૫ સુધી પહોંચ્યો છે.

રાજ્યભરમાં અમદાવાદમાં હાલ સૌથી વધુ ૨૨ પોઝિટિવ કેસ નોંધાતા એપિસેન્ટર બન્યું છે. જ્યારે ગાંધીનગરમાં ૯, સુરત માં ૮, વડોદરામાં ૯ અને મહેસાણા માં ૧ કેસ નોંધાયા છે. સુરત અને ભાવનગરમાં ૧-૧ અને અમદાવાદમાં ૩ દર્દીઓના મોત નિપજતા કુલ ૫ મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે.

કોરોનાના ૨ દર્દીઓને રજા આપતા રાહતનો શ્ર્વાસ

રાજ્યભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ૧૦ દિવસમાં કુલ ૧૦ જિલ્લાઓમાં કોરોનાના ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ મહામારી વચ્ચે અમદાવાદ અને સુરતની ૨ મહિલાઓ ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઇશોલેસન માં સારવાર બાદ ફરી રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યતંત્ર અને લોકોમાં રાહતનો શ્વાસ આવ્યો છે.

સાથે આરોગ્ય સચિવ જ્યંયી રવિએ પણ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓમાં ખૂબ સારી અને ઝડપથી રિકવરી કરી રહ્યા છે. સાથે અમદાવાદ અને સુરતની બન્ને મહિલાઓને ૧૦ દિવસની સારવાર બાદ રજા આપતા અન્ય દર્દીઓનો જુસ્સો વધારવા બન્ને મહિલાઓએ પોતાની કહાની લોકો સમક્ષ મૂકી હતી. રાજ્યમાં કોરોના ની સારવાર લેતા ૬૩ દર્દીઓમાંથી માત્ર ૨ જ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને અન્ય ૫૫ દર્દીઓની હાલત સુધારા પર હોવાનુ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.